વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો અટકાવવા 85 લાખની જંતુનાશક દવાઓની ખરીદી કરી
Vadodara : વડોદરા ખાતે ઓગસ્ટ માસમા આવેલ અતિ ભારે પૂર બાદ જરૂરી જંતુનાશક દવા ખરીદ કરવા ટેન્ડર પ્રક્રિયાથી મુક્તિ આપી ખરીદ કરાયેલ કુલ રૂપિયા 85.50 લાખની મર્યાદામાં ખરીદ કરવામાં આવેલ છે. આ બિલ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે વિશ્વામિત્રી નદીમાં બે વખત પૂર આવ્યું હતું. જેથી જંતુનાશક દવા તાત્કાલીક ખરીદવા ફરજ પડી હતી. આ અંગે ટેન્ડર પ્રક્રિયા વિના જંતુ નાશક દવા રૂપિયા પ્રતિ લીટર રૂપિયા 285 ના ભાવે સફાઇ માટે જરૂરી દુર્ગંધનાશક દવા ખરીદ કરવામાં આવેલ છે. આ કામે ઇજારદાર મે. મીનીટેક પાસેથી તસલમાત લેવામાં આવેલ છે. જેથી ઇજારદારને તમામ પ્રક્રિયામાંથી મુકતી અપાઇ હતી.
વડોદરા શહેર ખાતે ઓગસ્ટ માસમા આવેલ પૂરના કારણે ઉદભવેલ પરિસ્થિતિમા જરૂરી દુર્ગંધનાશક દવા ખરીદ કરવાના કામે તાકીદની જરૂરિયાતને પહોચી વળવા ઇજારદાર મે. મીનીટેક 5 સિવાય કુલ રૂપિય 85.50 લાખની મર્યાદામાં ખરીદ કરવામાં આવેલ છે. જેથી આ બિલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.