Get The App

નડિયાદમાં હિન્દુ યુવતીને ધમકાવવાના કેસમાં માસૂમ મહીડાને 3 વર્ષની કેદ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
નડિયાદમાં હિન્દુ યુવતીને ધમકાવવાના કેસમાં માસૂમ મહીડાને 3 વર્ષની કેદ 1 - image


સોશિયલ મીડિયા પર યુવતીના ફોટા પણ વાયરલ કર્યા

૧૦ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો : આરોપી વિરૂદ્ધ અગાઉ લવ જેહાદ, પાસા સહિતના ગુના

નડિયાદ: નડિયાદમાં એક હિન્દુ યુવતીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને તેની છેડતી કરવા સહિત પીછો કરી ધમકીઓ આપવાના મામલે કુખ્યાત માસુમ મહીડાને કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૫-૧૬ની આ બિના મામલે કોર્ટે આરોપીને ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

વર્ષ ૨૦૧૫-૧૬માં નડિયાદમાં ચકચારીત લવજેહાદનો કેસ બન્યો હતો. આ ગુનાના આરોપી માસુમ મહીડાએ હિન્દુ દિકરીને લલચાવીને પોતાના સંકજામાં લીધી હતી. તે બાદ યુવતી ત્યાંથી છૂટી નીકળી અને પોતાના માતા-પિતા પાસે પરત આવી હતી. આ બાદ યુવતી નડિયાદ નજીકની એક યુનિવસટીમાં અભ્યાસ અર્થે જતી હતી, તે દરમિયાન આ માસુમ મહીડા રસ્તામાં યુવતીની ગાડી પાસે તેની ગાડી લઈ જઈ અને કાચ ખોલી ચક્કુ બતાવી મારી નાખવાની ધમકી આપતો હતો. આ સિવાય માસુમ મહીડા યુવતીના ફોટોગ્રાફ્સ વાંધાજનક સ્લોગન સાથે સોશિયલ મીડિયા પર મુકતો હતો. જેથી યુવતીજી વકીલ મારફતે નોટિસ આપવા સાથે પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ થતા કોર્ટમાં ચાલી ગયો હતો. જે મામલે આજે નડિયાદ એડી. સિવિલ જજ અને જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ચૈતન્ય વી. લિમ્બાચિયાએ આરોપી માસુમ મહીડાને દોષિત ઠેરવી અને ૩ વર્ષની સજા ફટકારી છે અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. કુખ્યા માસુમ મહીડા માત્ર લવ જેહાદનો જ નહીં પરંતુ ધાક-ધમકી, છેતરપીંડી, વિશ્વાસઘાત, આર્મ્સ એક્ટ, બોગસ દસ્તાવેજો, પ્રોહીબીશન અને ચેક રીટર્ન સહિતના કેસોનો આરોપી છે. સાથે જ આ આરોપીને ભૂતકાળમાં પાસા પણ થયેલી છે. આ સિવાય હાલ આ કેસની જ પીડિતાનું અપહરણ કરી અને બોગસ નિકાહનામુ બનાવવાના કેસમાં માસુમ મહીડા અને તેના અન્ય સાગરીતો સામે ગુજરાત ધર્મ સ્વતંર્ત્તા અધિનિયમ હેઠળનો કેસ કોર્ટમાં ચાલવા પર છે.


Google NewsGoogle News