Get The App

વડોદરા જિ.પંચાયતના બજેટમાં ખેડૂત, મહિલા, બાળકો અને શ્રમિકો માટે કોઇ જાેગવાઇ નહિ

કોંગ્રેસે 16 સૂચન કર્યા,નહિં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
વડોદરા જિ.પંચાયતના  બજેટમાં ખેડૂત, મહિલા, બાળકો અને શ્રમિકો માટે કોઇ જાેગવાઇ નહિ 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના બજેટ પહેલાં જ વિરોધ શરૃ થયો છે.કોંગ્રેસ દ્વારા બજેટમાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કોઇ જોગવાઇ નહિ કરાઇ હોવાનો આક્ષેપ કરી સોમવારે તેમની રજૂઆતો ધ્યાને નહિં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૫-૨૬નું રૃ.૩૮ કરોડની પુરાંતવાળુ બજેટ તૈયાર થઇ ગયું હતું.પરંતુ નગર પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓને કારણે બજેટની મીટિંગ મુલતવી રાખવામાં આવી હતી.હવે આ મીટિંગ તા.૨૪મી ફેબુ્રઆરીએ રાખવામાં આવી છે.

બજેટ મંજૂર થાય તે પહેલાં આજે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ આઇ પટેલે પત્રકાર પરિષદ યોજી બજેટમાં સૌથી વધુ આવક મહેસૂલમાંથી થતી હોવા છતાં ખેડૂતો માટે કોઇ જોગવાઇ નહિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે,અગાઉ બાળકો માટે પ્રોટીન પાવડરની રૃ.૫ લાખની રકમ ફાળવવામાં આવતી હતી.જે રકમ ફાળવવામાં આવી નથી.જ્યારે બેટી બચાવો બેટી પઢાવો માટે એક પણ રૃપિયો ફાળવ્યો નથી.આવી જ રીતે શ્રમિકો માટે પણ કોઇ જોગવાઇ નથી.

બજેટ માટે પંચાયતની ચૂંટાયેલી પાંખ અને વહીવટીપાંખ વચ્ચે કોઇ સંકલન થયું હોય તેમ લાગતું નથી.પરિણામે કોંગ્રેસ દ્વારા બજેટ માટે ૧૬ સૂચનો આપવામાં આવ્યા છે અને તેને નહિ સ્વીકારાય તો ગ્રામ્ય વિસ્તારોમાં જઇ આંદોલન કરવામાં આવશે

311 આંગણવાડીઓ જર્જરિત છે,14 કાંસની સફાઇ માટે માત્ર રૃ.10લાખ ફાળવ્યા,આફત માટે 1 જ લાખ

646 ગામો વચ્ચે માત્ર 4 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,ગેસ્ટહાઉસની આવક નથી છતાં 50 લાખની જોગવાઇ

વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં નવી આંગણવાડીઓ માટે વધુ ફંડ ફાળવવાની માંગણી કરવામાં આવી છે.

વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે, જિલ્લામાં કુલ ૩૧૧ આંગણવાડી જર્જરિત છે.૧૦૬ આંગણવાડીઓને મંજૂરી મળી છે.પરંતુ બાકીની ૨૦૫ આંગણવાડીઓ માટે કોઇ આયોજન નથી.૧૮૯ આંગણવાડી  ભાડાના મકાનમાં ચાલે છે.આંગણવાડીના  અપગ્રેડેશન માટે ૫૦ લાખને બદલે ૨ કરોડ ફાળવવા જોઇએ.

આવી જ રીતે ૧૪ કાંસની સફાઇ માટે માત્ર ૧૦ લાખની ફાળવણી હાસ્યાસ્પદ છે.આટલી રકમમાં તો એક કાંસ પણ સાફ થઇ શકતો નતી.જ્યારે,૬૪૬ ગામો વચ્ચે પંચાયત હસ્તકની માત્ર ૪ ઇંગ્લિશ સ્કૂલો છે.જેની સંખ્યા વધવી જોઇએ.ગેસ્ટહાઉસોનો કોઇ ઉપયોગ નથી અને આવક પણ નથી છતાં તેની પાછળ ૫૦ લાખની જોગવાઇ યોગ્ય નથી.

પ્રાકૃતિક ખેતીની માત્ર વાતો,આખા જિલ્લા માટે ફક્ત ૧૦ લાખ ફાળવ્યા,એક ગામ માટે રૃ.૧૫૪૭ ની રકમ કેટલી યોગ્ય

રાજ્ય સરકાર એક તરફ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર આપી રહી છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના  બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે માત્ર રૃ.૧૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,એક ગામ દીઠ આ રકમ ફક્ત રૃ.૧૫૪૭ થાય છે.તેનાથી પ્રાકૃતિક ખેતી માટે શું થઇ શકે.આ રકમ વધારવી જોઇએ.

આવી જ રીતે ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની જયંતિ માટે રકમ ફાળવી છે.પરંતુ સરદાર પટેલ માટે કોઇ રકમ ફાળવી નથી.પંચાયતના નિવૃત્ત કર્મચારીઓના સન્માન માટે પણ અગાઉ રકમ ફાળવવામાં આવતી હતી તે ફાળવી નથી.


Google NewsGoogle News