Get The App

સિવિલમાં દર્દીઓ સાથે વાણી, વ્યવહાર, વર્તન સારુ રાખવા માટે સેમિનારનો પ્રારંભ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
સિવિલમાં દર્દીઓ સાથે વાણી, વ્યવહાર, વર્તન સારુ રાખવા માટે સેમિનારનો પ્રારંભ 1 - image


 સુરત,:

નવી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી નસગ કોલેજ અને ગ્લોરિયસ ઈન્ટરનેશનલ નસગ રિર્સચ અને એકેડમિક ફાઉન્ડેશના સંયુક્ત ઉપક્રમે નસગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે સોફ્ટસ્કીલ અને પર્સનાલિટી ડેવલમપમેન્ટ માટેનો તા.૭,૮ અને ૯ ડિસેમ્બરના ત્રિદિવસીય સેમિનારનું આયોજનથયું છે. રાજ્યમાં પ્રથમવાર યોજાયેલા સેમિનારમાં નર્સિંગ કૉલેજના ૪૦૦થી વધુ વિદ્યાથીઓ, શિક્ષકો, પ્રિન્સીપાલ સહભાગી બન્યા છે. વિવિધ વિષયો પર રાજ્યના તજજ્ઞાો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. નસસ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ, ડિસીઝન મેકિંગ, અસરકારક વાર્તાલાપ, પ્રોફેશનલ અને સોશિયલ કાર્યશૈલી, ટીમ વર્ક અને હોસ્પિટલમાં દર્દીને દરેક સેવાઓ પૂર્વરત થઈ રહે તે અંગે નિષ્ણાંતો દ્વારા જાણકારી અપાશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે નસગ સ્ટાફનું મહત્વનું યોગદાન રહ્યું છે.  નસગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર હવે શિક્ષણ ક્ષેત્રે અગ્રસેર થઈ રહ્યું છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે નાની નાની બાબતો પર વિશેષ ધ્યાન આપવું જરૃરી છે. સરકારી નસગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવે કહ્યુ કે, નસગ અભ્યાસ સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટનું ખૂબ જ મહત્વ છે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કીલની સાથે  આત્મવિશ્વાસ વધે છે. આ અવસરે સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આરએમઓ ડો.કેતન નાયક, નસગ એસો.ના પૂર્વ સેક્રેટરી કિરણભાઈ દોમડિયા, પ્રિન્સીપાલ, નસગ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News