Get The App

સિંગાપોરની સમિટમાં સુરતના બેરેજ, તાપી શુધ્ધિ પ્રોજેક્ટની માહિતી અપાઇ

Updated: Aug 2nd, 2022


Google NewsGoogle News
સિંગાપોરની સમિટમાં સુરતના બેરેજ, તાપી શુધ્ધિ પ્રોજેક્ટની માહિતી અપાઇ 1 - image


મ્યુનિ. રીફ્યુઝ, રીયુઝ, રીડ્યુસ અને રીપર્પઝ તથા રીસાયકલીંગ એમ ૫ આર પર કચરાનો નિકાલ કરતી હોવાનું પ્રેઝન્ટેશન

સુરત, 

સિંગાપોર ખાતે યોજાયેલી વર્લ્ડ સીટી સમીટમાં સુરતના મેયરે સુરત શહેરમાં પાલિકા કચરાનો નિકાલ ૫ આર પદ્ધતિથી કરતી હોવા ઉપરાંત તાપી શુદ્ધિકરણ અને તાપી નદીના બેરેજ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી.

સિંગાપોર ખાતે વર્લ્ડ સમિટમાં ભારત માંથી એક માત્ર સુરતના મેયર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં આજે સમિટના અંતિમ દિવસે સુરતના મેયર હેમાલી બોધાવાલાએ અર્બન રેસીલીયન્સ સીટી ફેસીંગ એક્સ્ટ્રીમ વિષય અંતર્ગત સુરત શહેરના વિવિધ પ્રોજેક્ટ વિશે પ્રેઝન્ટેશન સાથે સુરતના મહત્વના પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. સુરતમાં કચરાના નિકાલ અંગે તેઓએ કહ્યું હતું. સુરત પાલિકા ૫ ઇ- કોન્સેપ્ટ રીફ્યુઝ, રીયુઝ, રીફ્યુઝ, રી પર્પઝ, રીસાયકલ પર કાર્યરત ભારત દેશનું પ્રથમ શહેર છે. તેમજ સુર મહાનગરપાલિકા દ્વારા જે વાર્ષિક 115 mldપાણીને રિસાઇકલ તેમજ ટ્રીટ કરી તેને ઔદ્યોગિક એકમોને વેચી તેમાંથી 140 કરોડથી વધુ રકમની કમાણી કરવામાં આવે છે. આ ઉપરાંત તાપી નદીમાં દરિયાનું ખારું પાણી અટકાવવાના હેતુથી તાપી નદી પર બહુહેતુક કન્વેશનલ બેરેજ સાકાર કરવાનું આયોજન કરાયું છે. તાપી નદી પરના વિયર કમ કોઝવે ના સફળ પ્રકલ્પ બાદ શહેર માટે ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે. આ ઉપરાંત સુરત પાલિકા તાપી શુદ્ધિકરણ માટે પણ મહત્વની કામગીરી કરે છે અને પર્યાવરણની જાળવણી માટે તબક્કાવાર ૪૫૦ ઈલેક્ટ્રીક બસ પણ દોડાવશે.


Google NewsGoogle News