માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15 દર્દીઓને ઈન્ફેક્શન, પાંચને દેખાતું થયું બંધ

દર્દીઓના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીથી ઓપરેશન કર્યું હોવાનો આરોપ લગાવ્યો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15 દર્દીઓને ઈન્ફેક્શન, પાંચને દેખાતું થયું બંધ 1 - image


Eye Hospital: અમદાવાદના માંડલમા આંખની હોસ્પિટલની મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું અને પાંચ દર્દીઓને આંખે દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. દર્દીઓના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીથી ઓપરેશન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

માંડલ ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી

માહિતી અનુસાર, શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. કુલ 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેમાંથી 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ફરિયાદ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ મામલે માંડલ ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી છે. યોગ્ય તપાસ બાદ જ આવું બનવા પાછળનું સાચું કારણ સામે આવશે.


Google NewsGoogle News