Get The App

વડનગરમાં રૂ.298 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભારતનું પ્રથમ આર્કિયોલોજિકલ એક્સિપિરિયન્સ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
વડનગરમાં રૂ.298 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભારતનું  પ્રથમ આર્કિયોલોજિકલ એક્સિપિરિયન્સ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું 1 - image


Archaeological Experience Museum: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયુ છે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ  પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું છે. 

પ્રેરણા સંકુલ-સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાપર્ણ, ખેલાડીઓને અત્યાઘુનિક  તાલીમ મળશે 

રૂ.298કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલુ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.  મ્યુઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. રૂ.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલાં  ‘પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. 

આજે વડનગરમાં સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સને પણ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ  ઇનડોર સ્પોટ્‌ર્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.


Google NewsGoogle News