પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે, વધતી ઉંમરને પગલે લીધો નિર્ણય
Bhikhudan Gadhvi Big Announcement: પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે.
ભીખુદાન ગઢવીની ઉંમર 77 વર્ષની છે. ત્યારે ભીખુદાન ગઢવીએ વધતી ઉંમરના પગલે ભીખુદાન ગઢવીએ નિર્ણય લીધો છે. ભીખુદાન ગઢવીએ કહ્યું કે, 'પાછલી જિંદગીમાં ભગવાનના ભજન કરીશું.' બીજી તરફ ભીખુદાન ગઢવીની આ જાહેરાતથી ચાહકો નારાજ થયા છે.
ભીખુદાન ગઢવીએ ખુદ જણાવ્યું છે કે, 'મેં આજે જ નિર્ણય લીધો કે માતાજીના સાનિધ્યમાં પીઠડમાનો પ્રોગ્રામ થઈ જાય પછી જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીં આવીશું ત્યારે માના દર્શન કરવા આવીશું... પીઠડ માના દર્શન કરવા આવીશું. પણ પ્રોગ્રામ અહીં પણ નહીં, બહાર પણ નહીં, ક્યાંય નહીં.'