Get The App

VIDEO: જામનગરના આકાશમાં જોવા મળ્યું સૂર્યકિરણનું 'દીલ', શ્વાસ થંભાવી દે તેવા સર્જાયા દૃશ્યો

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
VIDEO: જામનગરના આકાશમાં જોવા મળ્યું સૂર્યકિરણનું 'દીલ', શ્વાસ થંભાવી દે તેવા સર્જાયા દૃશ્યો 1 - image


Air Show In Jamnagar : ઇન્ડિયન ઍરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા આજે શનિવારે જામનગરના ઍરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શૉ યોજાયો. બે દિવસીય આ એર શૉમાં ઇન્ડિયન ઍરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ઇન્ડિયન ઍરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. એરોબેટિક ટીમના એર શૉને જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એર શૉના શ્વાસ થંભાવી દે તેવા આકાશી દૃશ્યો જોતાં લોકો અચંબિત થઈ ગયા હતા. 

સૂર્યકિરણ એરોબેટિક દ્વારા અદ્ભુત એર શૉ

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આયોજિત એર શૉમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ ઍન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ Y અને Aની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિયર-અપથી ગુંજી ઉઠ્યું હતું. 


આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત : ADGP બ્રજેશકુમાર ઝા અને DySP ડી.પી.ચુડાસમાને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ

આ અદ્ભુત એરોબેટિક શૉ જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી બી.કે. પંડ્યા તેમના પત્ની દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

VIDEO: જામનગરના આકાશમાં જોવા મળ્યું સૂર્યકિરણનું 'દીલ', શ્વાસ થંભાવી દે તેવા સર્જાયા દૃશ્યો 2 - image

દુનિયાભરમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 700થી વધુ પ્રદર્શન 

સૂર્યકિરણ એરોબેટિક ટીમ(SKAT)ની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે. SKAT દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે. SKATમાં ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ ધરાવતા 9 હૉક Mk132 વિમાનો સામેલ કરાયા. 



Google NewsGoogle News