Get The App

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો વડોદરામાં એર શો

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો વડોદરામાં એર શો 1 - image


ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2025નો પ્રારંભ આ ટીમે ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી કરી લીધી છે. તારીખ 21 અને 22 ના રોજ વડોદરામાં  એરોબેટિક પ્રદર્શન કરશે. 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ  ટીમે ભારતમાં ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યાં છે.સૂર્યકિરણ ટીમમાં 9 હૉક Mk132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ છે. ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યાં છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વૉડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે.વડોદરા ખાતે  એર શો પછી 25-26 જાન્યુઆરી ના રોજ  જામનગર, 29 જાન્યુઆરીના રોજ નલિયા અને 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી  દરમિયાન ભુજમાં એર શો યોજાશે. આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે .જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે.


Google NewsGoogle News