Get The App

વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ 1 - image


IND vs WI: વડોદરામાં કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે (22 ડિસેમ્બર, 2024) સૌ પ્રથમ ઇન્ટરનેશનલ વુમન ક્રિકેટ સિરીઝમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ દ્વારા ટોસ જીતીને બોલિંગ પસંદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, 22, 25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ બે મેચ ડે-નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. 

અંદાજ કરતા વધુ દર્શકો મેચ જોવા ઉમટ્યા

આજરોજ કોટંબી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો આ ક્રિકેટ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિયેશનની અપેક્ષા કરતાં પણ આજે વુમન ક્રિકેટમાં વધારે દર્શકોની સંખ્યા જોવા મળી હતી અને સ્ટેડિયમમાં આશરે 7000 થી વધુ દર્શકોને હાજરી જોવા મળી.

વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ 2 - image

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને કચડી પ્રથમ 'વિમેન્સ અંડર-19 T20 એશિયા કપ' પર કર્યો કબજો

ભારત માતાના 'જયનાદ'થી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ

શહેરના અને આસપાસના વિસ્તારના ક્રિકેટ ચાહકો ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે પોતાના શરીર ઉપર ત્રિરંગાના અલગ અલગ ટેટુ બનાવીને આવ્યા. કેટલાક ક્રિકેટ ચાહકો તો ભારતના અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે આ મેચ નિહાળવા માટે આવ્યા છે. ચારે તરફ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા.

વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ 3 - image

સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આજની આ મેચને લઈને કોટંબી સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. BCAના ખજાનચી શીતલ મહેતાના જણાવ્યા અનુસાર, મેચની ટિકિટોના વેચાણને પ્રબળ પ્રતિસાદ મળ્યો છે. BCAની વિવિધ કમિટીઓએ આ વન-ડે સિરીઝને સફળ બનાવવા માટે ભારે પ્રયાસ કર્યા છે.

વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ 4 - image

નવીનીકરણ બાદ પ્રથમ વખત કોટંબી સ્ટેડિયમમાં રમાઈ ઇન્ટરનેશનલ મેચ

અત્રે ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા કરોડોના ખર્ચે કોટંબી ખાતે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને અહીં આ પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. કોટંબી સ્ટેડિયમ તેની અદ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે. આ નવ નિર્મિત સ્ટેડિયમની આધુનિક રચના દર્શકોને મેચ જોવાના અનુભવને યાદગાર બને તે રીતે કરવામાં આવી છે, જેમાં પૂરતી બેઠક, અદ્યતન ટેકનોલોજી અને ખેલાડીઓ અને ચાહકો માટે ઉત્તમ સુવિધાઓથી સજ્જ કરાયું છે.

વડોદરામાં નવા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ 5 - image

આ પણ વાંચો: 13 વર્ષીય વૈભવે રચ્યો નવો ઈતિહાસ, ભારત માટે વધુ એક કમાલ કરી, અલી અકબરનો રેકોર્ડ તોડ્યો

સ્મૃતિ મંધાનાના નામે નોંધાયો રેકોર્ડ



Google NewsGoogle News