WC 2023 IND vs AUS Final : એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા શાનદાર એર શો, PM મોદી બપોર બાદ પહોંચશે, અમદાવાદ પોલીસ કમિશનરે આપી માહિતી
ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બન્યું છે
છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી યજમાન ટીમ ચેમ્પિયન બની રહી છે
World Cup 2023 India vs Australia Final : આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (ICC Cricket World cup Final) મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં આઠમી વખત જ્યારે ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંય્યું છે. ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં રમાયેલી વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બન્યું છે જ્યારે ભારત બે વખત ચેમ્પિયન બન્યું છે. છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી યજમાન ટીમ ચેમ્પિયન બની રહી છે. આજે દેશ-વિદેશમાં વસતા કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચક ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા શાનદાર એર શો
એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
PM મોદી બપોર બાદ પહોંચશે
અમદાવાદના પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ નિહાળવા સાંજે 4થી 5 વાગ્યાની આસપાસ પહોંચશે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં છે. વડાપ્રધાન મોદી મેચ બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 10 વાગ્યાની આસપાસ જોધપૂર જવા રવાના થશે.
ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી
PM મોદીએ જીતની શુભેચ્છા પાઠવી
CRPF જવાનોએ ભારતીય ટીમ માટે નારા લગાવ્યા
જમ્મુમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે જયઘોષ કર્યો છે અને જીતેગા ભાઈ જીતેગા, ભારત જીતેગા'ના નારા લગાવ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ હોટલથી નરેન્દ્ર સ્ટેડિયમ જવા રવાના થઈ ગઈ છે. હાલ દર્શકોને એન્ટ્રી આપવાની શરુઆત થઈ ગઈ છે. ફાઈનલ મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં મોબાઈલ, પર્સ સિવાય તમામ વસ્તુ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
ઇન્ડિયા...ઇન્ડિયાના નારાથી ગુંજી ઉઠ્યું અમદાવાદ
ટ્રાફિક માટે પૂરતી વ્યવસ્થા : ટ્રાફિક ACP
આજે અમદાવાદમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ટ્રાફિક વ્યવસ્થા અંગે ટ્રાફિક ACP નરેન્દ્ર ચૌધરી કહ્યું હતું કે ટ્રાફિક માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 17 પાર્કિંગ પ્લોટ અને 6 VIP પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી પાસે 1600 પોલીસ કર્મચારીઓ ફરજ પર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક જગ્યાએ સાઈન બોર્ડ રાખવામાં આવ્યા છે કે વાહન ક્યાં પાર્ક કરવું અને દરવાજા ક્યાં છે.
સ્ટેડિયમ બહાર ચાહકોની ભારે ભીડ
ફાઈનલ શરુ થવાને હવે થોડા કલાકની જ વાર છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રવેશ દ્વારની બહાર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મેચ માટે દર્શકોને 12 વાગ્યાથી એન્ટ્રી શરુ આપવામાં આવશે.
ફાઈનલ મેચ જોવા માટે આ મહાનુભવો રહેશે હાજર
• નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
• અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી
• રિચાર્ડ માર્લેશ ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન
• નીતા અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યો
• શક્તિકાંત દાસ, આરબીઆઇ ગર્વનર
• અનુરાગસીંગ ઠાકુર, સુચના અને પ્રસારણ મંત્રી
• અબ્દુલનીસાર જમાલ અસલાસી, એમ્બેસેન્ડર, યુએઇ
• એરિક ગારસેટી, એમ્બેસેડર, યુએસએ
• લક્ષ્મી મિતલ અને તેમનો પરિવાર
• કોરનાડ સાંગમા, મેઘાલયના મુખ્યમંત્રી
• હંમતા બીસવા શર્મા, આસામના મુખ્યમંત્રી અન્ય છ રાજ્યોના મુખ્યમંત્રી
• ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,
• દેશની હાઇકોર્ટના તમામ જજ
• સિંગાપોરના કલ્ચરલ અને યુથ મિનિસ્ટર
વર્લ્ડકપની ફાઇનલ મેચ પીચ કેવી હશે ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટર અને બોલરો બંને માટે અનુકૂળ રહી છે. પ્રથમ 10 ઓવરમાં બોલ સારી રીતે બાઉન્સ થઈ શકે છે, પરંતુ પાછળથી પીચ સ્લો થઇ જશે. સામાન્ય રીતે અહીંની પીચ બેટરને મદદ માટે જાણીતી છે, પરંતુ સારા બોલરોને પણ અહીંથી મદદ મળવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયાના બોલર્સ શાનદાર ફોર્મમાં છે, જેના પગલે આ પીચ પર તેમને મદદ કરી શકે છે. આ પીચથી બોલરોને નવા બોલથી બોલિંગ કરવામાં અને મિડલ ઓવરો દરમિયાન સ્પિનરો માટે પણ અનુકૂળ રહી શકે છે. અમદાવાદના મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મેચોમાંથી ત્રણ મેચ ચેઝ કરતી ટીમે જીતી છે. આવી સ્થિતિમાં કેપ્ટન માટે ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ
અમદાવાદમાં વિશ્વ કપ 2023ની હાઈ-વોલ્ટેજ મેચ માટે ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે. દેશ- વિદેશથી 50 હજારથી વધુ લોકો અમદાવાદ આવી પહોંચ્યા છે. હોટલો હાઉસફુલ હોવાથી તેમજ ભાડામાં ભારે વધારો થવાના કારણે કેટલાક ક્રિકેટ ચાહકો છેક હૈદરાબાદ, બેંગલુરુ સહિત અનેક જગ્યાએથી કાર ડ્રાઈવ કરીને અમદાવાદ પહોંચ્યા છે.
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી
ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી.
વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેન અને ક્રિકેટ ગોડ તરીકે જાણીતા સચિન તેંડુંલકર આજે ફાઈનલ મેચ માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેણે ભારતીય ટીમને જીતની શુભકામના પણ આપીને કહ્યું હતું કે આશા છે કે આજે આપણે જીતશું. દરેક વ્યક્તિ આ દિવસની રાહ જોઈ રહ્યો હતો.
વંદે ભારત ટ્રેન અમદાવાદ જવા રવાના થઈ
અમદાવાદમાં આજે ક્રિકેટ વિશ્વ કપને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફાઈનલ મેચ માટે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી સ્પેશિયલ વંદે ભારત ટ્રેન અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે આ ઉપરાંત મુંબઈના થાણેથી ક્રિકેટ પ્રેમીઓ બસમાં અમદાવાદ પહોંચ્યા છે.
વર્લ્ડ કપ ફાઈનલમાં લોખંડી સુરક્ષા
આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારના રોજ હોવાથી સુપર સન્ડે છે ત્યારે ફાઈનલ મેચને લઈને લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોવાથી કડક સુરક્ષા રાખવામાં આવી છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત શહેરના 1000 પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, ATS, NDRF, RAF અને SRP સહિતની સુરક્ષા એજન્સીઓને પણ ગોઠવવામાં આવી છે.