Get The App

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર 12.43 લાખ મતદારોનો વધારો, સૌથી વધુ રૂપાલાની બેઠકે વધ્યાં

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર 12.43 લાખ મતદારોનો વધારો, સૌથી વધુ રૂપાલાની બેઠકે વધ્યાં 1 - image


Lok Sabha Elections 2024 | 18મી લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ગયું છે. રાજ્યમાં લગભગ તમામ બેઠકો માટે મુખ્ય પક્ષોના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ફોર્મ ભરાવાના શરૂ થઇ ગયા છે. તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. લોકસભાની આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોના  ઉમેદવારોનું ભાવિ 15072475 મતદારો નક્કી કરશે. ગત લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકોમાં 13829055 મતદારો હતા. આ વખતની ચૂંટણીમાં 1243420 મતદારોનો વધારો થયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની 8 બેઠકો પૈકી આ વખતે સૌથી વધુ મતદારો રાજકોટ બેઠકમાં 2104519 મતદારો નોંધાયા છે. રાજકોટ બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ રૂરલ તથા જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં કુલ 1883866 મતદારો નોંધાયા હતા. તેમાં આ વખતે 220653 મતદારોનો વધારો થયો છે.

રાજકોટ બાદ દ્વિતિય ક્રમે કચ્છ બેઠકમાં મતદારોનો વધારો થયો છે. કચ્છમાં આ ચૂંટણીમાં 1935338 મતદારો છે. ગત ચૂંટણીમાં1743825 મતદારો હતા. આમ 191513 મતદારો વધ્યા છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર બેઠકમાં 178374 મતદારો વધ્યા છે. આ વખતે 2026252 મતદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં 1847878 મતદારો હતા.

ચોથા ક્રમે જામનગર બેઠકમાં 157907 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં 1813913 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 1656006 મતદારો હતા. મતદારોની સંખ્યા વધારામાં પાંચમાં ક્રમે જૂનાગઢ બેઠક છે. તેમાં 148093 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં1789621 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 1641528 મતદારો નોંધાયા હતા.

મતદારોમાં વધારાની દ્રષ્ટિએ ભાવનગર બેઠક છઠ્ઠા ક્રમે છે. આ બેઠકમાં 142150 મતદારો વધ્યા છે. આ વખતે 1909190  મતદારો છે. ગત ચૂંટણીમાં 1767040 મતદારો હતા. ૭મા ક્રમે અમરેલી બેઠકમાં103060 મતદારો વધ્યા છે. આ વખતે 1731040 મતદારો છે. ગત ચૂંટણીમાં 1627980 મતદારો હતા. જ્યારે 8 બેઠકમાં સૌથી ઓછો મતદાર વધારો પોરબંદર બેઠક પર થયો છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 101670 મતદારો વધ્યા છે. પોરબંદર બેઠકમાં આ ચૂંટણીમાં 1762602 મતદારો નોંધાયા છે. જ્યારે ગત ચૂંટણી એટલે કે વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીમાં 1660932 મતદારો નોંધાયા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર 12.43 લાખ મતદારોનો વધારો, સૌથી વધુ રૂપાલાની બેઠકે વધ્યાં 2 - image


Google NewsGoogle News