Get The App

વડોદરા : કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155 રૂપિયા ચૂકવવા પડશે

Updated: Nov 25th, 2024

GS TEAM


Google News
Google News
Bharthana Toll Plaza InVadodara


Bharthana Toll Plaza InVadodara: વડોદરાથી ભરૂચ જતાં નેશનલ હાઇવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દર હવે આજથી (25મી નવેમ્બર) અમલમાં આવ્યો છે. નવો દર કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે નશેડી નબીરાનો આતંક, વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા

અગાઉ એક મહિના પહેલાં નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક 65 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો. ત્યારબાદ ફરીથી એક મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો. આ દરમિયાન નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા આજે (25મી નવેમ્બર) નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું.  નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે. 

વડોદરા :  કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155 રૂપિયા ચૂકવવા પડશે 2 - image


Tags :