નડિયાદ-ભાવનગરના બિલ્ડર, તમાકુના ૩૨ સ્થળે દરોડા,૪.૫ કરોડ રોકડા મળ્યા
સુમેરુ ડેવલપર્સના ઓનમનીના મોટા વહેવારો મળ્યા, લોનના માધ્યમથી રોકડ નાણાં ફરી હિસાબમાં દર્શાવાયા
બિનહિસાબી નાણાંના પ્રમાણમાં લોન બતાવી ફરીથી નાણાં ઉપયોગમાં લેવાયા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
ભાવનગર જિલ્લામાં સિહોર અને નડિઆદમાં તમાકુના જુદાં જુદા પ્રોડક્ટ્સ બનાવતા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકીયાની પેઢી અને સુમેરુ ડેવલપર્સ પર આજે સવારથી આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા શરૃ કરવામાં આવેલા દરોડામાં રૃા. ૪.૫ કરોડની રોકડ મળી આવી છે. તેની સાથે ૨૦થી વધુ લોકર એક જ મકાનમાંથી મળી આવ્યા હતા. સંભવતઃ એક જ મકાનમાંથી પહેલીવાર ૨૦ લોકર મળ્યા હોવાનો આ કિસ્સો છે. દરોડા હેઠળના કુલ ૩૫માંથી ૨૮ સ્થળે દરોડા અને બાકીના સ્થળે સરવે કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બે અને નડિઆદમાં બે સ્થળે દરોડા ચાલુ છે.
રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયાની પેઢી ૧૫૦ વર્ષથી વધુ જૂની છે. રોજના ચાર ટન તમાકુની પ્રોસેસ કરીને કંપની ગુટકા સહતિના જુદાં જુદાં પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. તેમાં ગુટકાના ઉત્પાદનો પણ હોવાથી બિનહિસાબી એટલ ેકે રોકડના વહેવારો મોટે પાયે કરવામાં આવેલા છે. તેની પાસેથી ખાસ્સી રોકડ મળી આવી છે. સુમેરુ ડેવલપર્સ પણ ભાવનગરથી નડિઆદ વચ્ચે પ્રોપર્ટી ડેવલપમેન્ટના કામકાજ કરતાં હોવાથી તેમના પણ રોકડના વહેવાર મોટા છે. સુમેરુ બિલ્ડરે પણ રોકડથી મિલકતો વેચ્યા બાદ રોકડને ફરી હિસાબી નાણાંમાં રૃપાંતરિત કરવા માટ ેલોન લઈને પૈસા ફરી કંપનીમાં ફરતા કર્યા હોવાનું આવકવેરા ખાતાના દરોડામાં જાણવા મળ્યું છે.
આવકવેરા ખાતાએ આજે સવારથી ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી મેસર્સ રણછોડદાસ ઝીણાભાઈ ધોેળકિયાના તમાકુ અને ગુટકાના રોકડના વેપારો બહુ જ મોટે પાયે ચાલતા હોવાનું દરોડા દરમિયાન હાથ લાગેલી માહિતી પરથી ફલિત થઈ રહ્યુ છે. રોજના ચાર ટનના ઉત્પાદનના પ્રમાણમાં બિલિંગ ઓછું હોવાનું આવકવેરા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. રણછોડદાસ ઝીણાભાઈ તમાકુની જુદી જુદી બનાવટ અને છીંકણીના વેપાર સાથે સંકળાયેલી ૧૫૦ વર્ષ જૂની કંપની છે. જુદી જુદી ૨૫ બ્રાન્ડની છીંકણીનો વેપાર કરતી કંપનીએ મોટી રકમના બિલ વિનાના વહેવાર કર્યા હોવાનું દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. બિનહિસાબી એટલે કે રોકડના વેપારના ચિઠ્ઠાઓ તેમના હાથમાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના સિંહોરમાં નિરંજન ધોળકિયા રોડ પર આવેલા એકમ ઉપરાંત તેના પ્રમોટર્સના રહેઠાણોને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.