Get The App

મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના દરોડા, જાણીતા ગ્રૂપ પર તવાઈ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
IT raids in Mehsana


IT Raids in Mehsana: મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. 

24થી વધુ ઠેકાણે આઈટીના દરોડા 

તાજેતરના અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24 થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને તો મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસનો આ ધમધમાટ ચાલી રહ્યો છે. 

આ પણ વાંચો: 'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં


રાજકોટમાં પણ એક્શન 

અહેવાલ અનુસાર,  રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે મોરબીમાં બે સિરામિક કંપનીઓને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે. આ તપાસ પણ મહેસાણાના રાધે ગ્રૂપ સાથેના કનેક્શનને પગલે જ કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.

મોરબીમાં તીર્થક ગ્રૂપ પર આઈટીના દરોડા 

મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રૂપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના દરોડા, જાણીતા ગ્રૂપ પર તવાઈ 2 - image


Google NewsGoogle News