Get The App

સુરતમાં BRTS બસ પર વધુ એક હુમલો : સ્મીમેર હોસ્પિટલ નજીક BRTS બસ પર પથ્થરમારાની ધટના સીસીટીવીમાં કેદ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સુરતમાં BRTS બસ પર વધુ એક હુમલો  : સ્મીમેર હોસ્પિટલ નજીક BRTS બસ પર પથ્થરમારાની ધટના સીસીટીવીમાં કેદ 1 - image


Surat BRTS Bus : સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ પર રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આજે સ્મીમેર હોસ્પિટલ નજીકથી પસાર થતી બીઆરટીએસ બસ પર હુમલો થયો છે. મુસાફર ભરેલી બસમાં પથ્થરમારો થયો છે. એક સપ્તાહમાં બીજી વાર પાલિકાની બસ પર થયેલો હુમલો પાલિકા માટે ચિંતાનો વિષય બન્યો છે. 

સુરત શહેરમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં બે લાખ જેટલા મુસાફરો કરે છે. પાલિકાની બસ સેવામાં અત્યાર સુધી બસ ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જોવા મળતી હતી.  પરંતુ છેલ્લા દસ દિવસમાં બે વખત પાલિકાની બસ પર હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં ઉધના વિસ્તારમાં રીક્ષા ચાલકોએ પાલિકાની બસ પર હુમલો કરીને કાચ તોડી નાંખ્યા હતા. આ ઘટના હજી ભુલાઈ નથી ત્યારે આજે ફરી એકવાર BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ કરી મારામારી કરી હોવાનું બહાર આવ્યું છે.

 સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીકથી કડોદરાથી સ્ટેશન તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક પથ્થરમારો થયો હતો. બસ ડ્રાઇવરના જણાવ્યા મુજબ ટ્રાફિકમાં વાહન ચાલકને હોર્ન મારતા વાહન ચાલકે બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરી હતી. મુસાફર ભરેલી બસમાં પથ્થર મારો કરતા બસમાં સવાર લોકો ગભરાઈ ગયા હતા અને પથ્થર મારાને લઈ BRTS બસમાં નુકશાન  થયુ છે. દસ દિવસમાં બે વખત પાલિકાની બસ પર હુમલો થયો છે તે પાલિકાની ચિંતાના વિષય સાથે મંથન કરવાનો વિષય પણ બની ગયો છે.


Google NewsGoogle News