વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા પછી પણ અનેક બહાના કાઢી લંબાવાય છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા પછી પણ અનેક બહાના કાઢી લંબાવાય છે 1 - image


- આ સીવીસી ગાઈડ લાઈન નો ભંગ છે

- કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ વર્ક ઓર્ડર આપી શકાય નહીં : કોંગ્રેસ 

વડોદરા, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાયી સમિતિ મા જાણી જોઈને કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ હજુ નવો કોન્ટ્રાક્ટ થયો નથી, કોન્ટ્રાક્ટ ની પ્રક્રિયા ચાલુ છે, નવા કોન્ટ્રાક્ટમાં વિલંબ થાય તેમ છે, તેવા બહાના હેઠળ કોન્ટ્રાક્ટ ને એક્સટેન્ડ કરવામાં આવે છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. કાચા રસ્તા પાકા કરવાનો દક્ષિણ ઝોનનો વાર્ષિક ઇજારો ૫ કરોડની મર્યાદામાં એક ઇજારદારને આપવામાં આવ્યો હતો જેની મુદત  તા.૧૧ સપ્ટેમ્બર ના રોજ પુર્ણ થયેલ છે અને હવે આ વાર્ષિક ઇજારાની નાણાંકીય મર્યાદા રૂ.1.65 કરોડ વધારવા તથા નવો ઇજારો ન થાય ત્યાં સુધી અથવા મહત્તમ ૩ મહિના સુધી ઇજારો લંબાવવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી અને તે મંજુર કરવામાં આવી છે. આવા તો અનેક કિસ્સા છે. વિરોધ પક્ષ કહે છે કે  કોન્ટ્રાકટ એકટ મુજબ જે દિવસે ઇજારો પૂર્ણ થાય તે દિવસે કોન્ટ્રાકટ કરી આપનાર અને કરી લેનાર વચ્ચેનું કાયદેસર બાઉન્ડીંગ પૂર્ણ થઇ જાય છે અને એ તારીખ પછી કોર્પોરેશન કોઈ વર્ક ઓર્ડર આપી શકે નહીં. જે સીવીસી ગાઈડ લાઈન નો ભંગ છે. 

વર્ક ઓર્ડર આપ્યો હોય તેના ઉપર કોન્ટ્રાક્ટરે કામગીરી કરેલ હોય તેમાં જો ક્ષતિ હોય તો કોર્પોરેશન તેની સામે કોઇ પગલા પણ ભરી શકતું નથી.જો કોઇ સંજોગો વસાહત ઇજારો લંબાવવાનો હોય તો ઇજારો પુરો થતા પહેલા સક્ષમ અધિકારીની એટલે કે, સ્થાયી સમિતિની મંજુરી મેળવી લેવી જોઇતી હતી પરંતુ તે મુજબ કરવામાં આવતું નથી. આ પ્રકારની દરખાસ્તને ના મંજુર કરવી જોઇએ. અને જો આ દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિ માં મંજુર થાય તો તેના પર થયેલો ઠરાવ ગેરકાયદે ગણાશે. વાર્ષિક કોન્ટ્રાક્ટ કયારે પુરા થાય છે તે જોવાની જવાબદારી જેતે ખાતાધિકારીની હોય છે. આ માટે  આવા અધિકારીઓની સામે પણ  પગલા લેવા કોંગ્રેસે માગણી કરી હતી.



Google NewsGoogle News