ગોંડલમાં જંગી કમાણી કરવાની લાલચમાં 5 લોકોએ રૂા. 10.91 લાખ ગુમાવ્યાં

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
ગોંડલમાં જંગી કમાણી કરવાની લાલચમાં 5 લોકોએ રૂા. 10.91 લાખ ગુમાવ્યાં 1 - image


ફાયનાન્સીંગ એપમાં સારા વળતરની લાલચમાં આવી ગયા : ભોગ બનનારે તેમની સાથે ભાઈ અને પુત્ર સહિત મિત્રોને પણ વાત કરતાં તેઓએ પણ રૂા. 4.56 લાખનું રોકાણ કર્યુ

ગોંડલ : સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને સારા વળતરની લાલચ આપી ખોટા પ્રલોભનો આપી લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે.ત્યારે ગોંડલમાં પણ પાંચ લોકોએ ૈંછખ ફાયનાન્સીંગ એપમાં સારા વળતરની લાલચે રૂ.રૂ.૧૦.૯૧ લાખ ગુમાવાનો વારો આવ્યો છે.

ગોંડલના ધર્મેન્દ્રભાઈ પંડયાએ યુ-ટયુબમાં ઓનલાઈન લીંક ખોલ્યા બાદ એક વોટ્સએપ ગૃપમાં તેઓને એડ કરી સારા વળતરની લાલચે અલગ અલગ સમયે રૂ. 6.35 લાખનું રોકાણ કરાવ્યું હતુુ. એ પછી   તેઓએ તેમની સાથે ભાઈ અને પુત્ર સહિત મિત્રોને પણ વાત કરતાં તેઓએ પણ રૂ. 4.56 લાખનું રોકાણ કર્યા બાદ વોટ્સએપ ગૃપમાંથી ગઠિયાઓ લેફ્ટ થઈ સાઈટ બંધ કરી છેતરપિંડી આચરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે છેતરપિંડી અને આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ગોંડલના વોરાકોટડા રોડ પર રાંદલમાંના મંદિર પાસે રહેતાં ધર્મન્દ્રભાઇ ગીરઘરલાલ પંડયા (ઉ.વ. 45) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે  ફાયનાન્સીંગ એપ જે આઈબીએમ સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપનીના અલગ અલગ મોબાઈલ નંબર ધારક, વોટ્સએપ ગૃપના એડમીન અને મેનેજરનું નામ આપતાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે છેતરપીંડી, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇ તા. 14/01ના રોજ અગાઉ ત્રણ મહીના પહેલા તેઓએ મોબાઇલ ફોનમાં યુટયુબમાં ઓનલાઇન એક લીન્ક ખોલેલી હતી. અને જેમાં આઈએએફ ફાયનાન્સીંગ નામની એપ હોઇ જે આઈબીએમ સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપનીમાં મની ઇન્વેસ્ટ કરી ઉંચુ રીર્ટન આપવાની જાહેરાત આવતા, ઉંચુ વળતર મેળવવાના પ્રલોભનમાં આવી જઇ એપ તેઓ પાંચેક મહીનાથી વાપરતાં હતાં. તેઓએ તેમાં અલગ અલગ રીતે કુલ રૂ.૬,૩૫,૨૬૬ પેટીએમથી અલગ અલગ નામની કંપનીના નામ આવતા તેમાં પૈસા મોકલેલ હતાં.

ગઇ તા. 15/01 ના ઓનલાઇન સર્વર ડાઉન કરી કંપની ઓફ લાઇન થઇ ગયેલ અને જે કંપનીમા અલગ અલગ લોકો હતા જેના મોબાઇલ દ્વારા  ગૃપના એડમીન તેમજ મેનેજરના નંબર હોય તેવુ તેમને વોટસેપમાં મેસેજ દ્રારા વાત થયેલ હતી.

 ગઇ તા. 14/01/2024  ના સાંજના પાંચેક વાગ્યાના વખતે વોટસએપ ગૃપમાંથી લેફટ થઇ ગયેલ અને તા. 15 ના સાઇટ બંધ થઇ ગયેલ હતી. ત્યારબાદ તેનો અવિરત ફોન સ્વીચ ઓફ આવતાં તેઓ સાથે ફ્રોડ થયાનું જણાતાં સાયબર હેલ્પ લાઇનમાં ફરીયાદ કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી  બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પ્રોબેશન આઈપીએસ આયુષ જૈનની રાહબરીમાં તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News