ભાજપ સદસ્યતા અભિયાનમાં ચોર્યાસી વિધાનસભામાં વિસ્તારમાં રાજ્યમાં સૌથી વધુ 1.65 લાખ સભ્યોની નોંધણી
સુરત
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી બાદ સદસ્યતા અભિયાન શરૃ કરવામાં આવ્યુ હતુ.તે સદસ્યતા અભિયાન દરમ્યાન એક પછી એક અનેક વિવાદો ઉઠયા હતા. કયાંક મોબાઇલ નંબર આપ્યા પછી ઓટીપી લઇને સભ્ય બનાવવાની ફરિયાદો ઉઠી હતી. તો કયાંક કોગ્રેસના કાર્યકરોને પણ સભ્ય બનાવ્યાની ફરિયાદો અને સોશ્યલ મીડીયામાં મેસેજ ફરતા થયા હતા. આ સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ જે આંકડા સામે આવ્યા છે. તેમાં સમ્રગ રાજયમાંથી સૌથી વધુ સભ્યો ૧૬૮- ચોર્યાસી વિધાનસભામાંથી બનાવાયા છે. આ વિધાનસભામાં ૮૦ દિવસ દરમ્યાન ૧.૬૫ લાખથી વધુ સભ્યો બનાવ્યા હતા. જેની જાહેરાત આજે ગાંધીનગર કમલમ ખાતે રાષ્ટ્રીય હોદેદારોની ઉપસ્થિતિમાં થઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં રાજયમાં સૌથી વધુ લીડ ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી ૨.૨૧ લાખ મળી હતી.