પાંડેસરામાં દિવાલનો સળીયો તરૃણના હાથના બાવડામાં ઘુસી ગયો
- કમ્પાઉન્ડ દિવાલાનો સળીયો મશીન વડે કાપીને હાથમાં ઘુસેલા સળીયા સાથે તરૃણને સિવિલમાં લાવ્યા
સુરત :
પાંડેસરામાં ભેસ્તાન ખાતે ગાર્ડનની કમ્પાઉન્ડ દિવાલ પર રમતી વખતે ધો.૮ના વિધાર્થીનો એક હાથના બાવળામાં સળીયો ધુસી જતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે દિવાલ સાથેનો સળીયાને મશીનથી કાપ્યો હતો. બાદમાં તેને હાથમાં ધુસેલા સળિયા સાથે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભેસ્તાનમાં પાંજરાપોળ આવાસમાં રહેતો મહેબુબ શેખ આજે બપોરે પોતાની રીક્ષામાં તેના ૧૪ વર્ષીય પુત્ર સાદેન સહિતનાને બેસાડીને ભેસ્તાનમાં ગુુરૃકૃર્પા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલા કાપડના ખાતામાં ભંગાર લેવા આવ્યા હતા. જોકે મહેબુબ શેખ કામમાં વ્યસ્ત હતા અને તેમનો પુત્ર સાદેન ગાર્ડનની કમ્પાઉન્ડ દિવાલ પાસે રમતો હતો. તે સમયે તેનો પગ લપસી જતા સાદેલના ડાબા હાથના બાવળામાં કમ્પાઉન્ડ દિવાલ સાથે સળિયા ધુસી જતા બુમો પાડી હતી. જેથી તેના પિતા સહિતના દોડી આવ્યો હતો. જોકે તેના હાથના બાવળામાં સળિયો ઘુસી ગયો હોવાથી હાલત કફોડી થઇ હતી. તેવા સમયે નજીકની દુકાનમાંથી મશીન લાવીને દિવાલ સાથે જાડેલો થોડો સળિયા કાપ્યો હતો. બાદમાં હાથમાં ધુસેલા સળિયા સાથે બાળકને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. ત્યાં ડોકટરે દ્રારા તેના જરૃરી પરિક્ષણ કરાવીને સારવાર આપી રહ્યા હોવાનું ડોકટરે કહ્યુ હતું. જયારે સાદેન ભેસ્તાનની શાળામાં ધો.૮માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ અને એક બહેન છે.