કેનેડા અને યુ.કે ના વિઝા કરાવી આપવાના બહાને ઠગાઇ કરી હતી: સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 36 લાખ પડાવનાર અડાજણના એજન્ટની ધરપકડ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
કેનેડા અને યુ.કે ના વિઝા કરાવી આપવાના બહાને ઠગાઇ કરી હતી: સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 36 લાખ પડાવનાર અડાજણના એજન્ટની ધરપકડ 1 - image




- અડાજણની ક્રિપા એજન્સીના સંચાલકો ચૌહાણ બંધુએ પૈસા પડાવ્યા બાદ કહ્યું હતું કે તમારા રૂપિયા ભુલી જાવ, હવે તમને મળશે નહીઃ વડોદરામાં મેઇન ઓફિસ ધરાવતા બે પૈકી એક ભાઇ રિમાન્ડ હેઠળ



સુરત


યુ. કે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઇચ્છુક 24 થી વધુ લોકો પાસેથી રૂ. 36 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભુર્ગભમાં ઉતરી જનાર અડાજણના વુડ સ્કેવરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુ પૈકી એકની પોલીસે ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

કેનેડા અને યુ.કે ના વિઝા કરાવી આપવાના બહાને ઠગાઇ કરી હતી: સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 36 લાખ પડાવનાર અડાજણના એજન્ટની ધરપકડ 2 - image
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા ખેડૂત પ્રકાશ પ્રભુભાઇ ઉમરીયા (ઉ.વ. 40) એ કેનેડા જવા માટે 2020 માં સ્ટુડન્ટ અને વર્ક વિઝા ઉપર કેનેડા અને યુ. કે જેવા દેશોમાં મોકલાવતી ક્રિપા એજન્સીની અડાજણના એલ.પી. સવાણી રોડ સ્થિત વુડ સ્કેવરમાં આવેલી ઓફિસનો સંર્પક કર્યો હતો. ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે અને તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમી વિઝા મળી જશે એમ કહી 18 ટકા જીએસટી સાથે ટુક્ડે-ટુક્ડે રૂ. 6.82 લાખ પડાવી લઇ સહી-સિક્કા વગરનો ઓફર લેટર પધરાવી ધક્કે ચડાવ્યો હતો. જેથી પ્રકાશે આ અંગે અડાજણ પોલીસમાં અરજી કરી હતી અને તેના આધારે હાથ ધરાયેલી તપાસ અંતર્ગત ક્રિપા એજન્સીના વડોદરા ખાતે રહેતા સંચાલક ચૌહાણ બંધુઓએ 24 થી વધુ લોકોને સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 36 લાખથી વધુ પડાવી લઇ તમારા રૂપિયા ભુલી જાવ, હવે તમને મળશે નહીં એમ કહી રાતો રાત ઓફિસને તાળા મારી બંને ભાઇ ભુર્ગભમાં ઉતરી ગયા હતા. આ પ્રકરણમાં પોલીસે એજન્સીના સંચાલક ભાવેશ અરવિંદ ચૌહાણ (ઉ.વ. 40) અને તેના ભાઇ કલ્પેશ અરવિંદ ચૌહાણ (બંને રહે. આનંદ નગર સોસાયટી, મોરાભાગળ અને વ્રજરાજ રેસીડન્સી, ગોત્રી રોડ, વડોદરા) પૈકી ભાવેશની ધરપકડ કરી છે.


Google NewsGoogle News