Get The App

ડીંડોલીમાં ક્લિનીક ધરાવતા ડોક્ટર સાથે પ્લોટ વેચાણના નામે રૂ. 49 લાખની છેતરપિંડી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ડીંડોલીમાં ક્લિનીક ધરાવતા ડોક્ટર સાથે પ્લોટ વેચાણના નામે રૂ. 49 લાખની છેતરપિંડી 1 - image



- ક્લિનીકની બાજુમાં મિઠાઇની દુકાન ધરાવતા રાજસ્થાની પિતા-પુત્રએ રૂ. 5 લાખમાં પ્લોટ ગીરવે મુકયોઃ મકાન વેચવાનું છે કહી રોકડા રૂ. 23.50 લાખ લીધા
- બેંક લોનના રૂ. 24 લાખ ભર્યા અને ગીરવે મુકેલા પહેલા માળ પેટે રૂ. 1.50 લાખ ચુકવ્યા બાદ દસ્તાવેજ માટે વાયદા કર્યા


સુરત


ડીંડોલીના મહાદેવ નગર-3 માં ક્લિનીક ધરાવતા ડોક્ટરને રૂ. 5 લાખમાં પ્લોટ ગીરવે આપ્યા બાદ મકાન વેચવાનું છે એમ કહી રોકડા રૂ. 25.06 લાખ અને બેંક લોનના રૂ. 24 લાખ મળી કુલ રૂ. 49 લાખ પડાવી લીધા બાદ પ્લોટનો દસ્તાવેજ માટે ધક્કે ચડાવી છેતરપિંડી કરનાર મિઠાઇ વેપારી એવા રાજસ્થાની પિતા-પુત્ર વિરૂધ્ધ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

ડીંડોલીમાં ક્લિનીક ધરાવતા ડોક્ટર સાથે પ્લોટ વેચાણના નામે રૂ. 49 લાખની છેતરપિંડી 2 - image
ડીંડોલીના મહાદેવનગર-3 માં શ્રી સાંઇ ક્લિનીક ધરાવતા ડો. કિશોરસિંહ રામજી પાટીલ (ઉ.વ. 46 રહે. શિવ દર્શન રો હાઉસ, ડીંડોલી) એ વર્ષ 2018 માં ક્લિનીકની બાજુમાં રહેતા અને ત્યાં જ મિઠાઇની દુકાન ધરાવતા અરૂણસિંહ ધનરાજસિંહ રાજપુરોહિત અને તેના પિતા ધનરાજસિંહ ઉર્ફે ધનસિંહ હનુમાનસિંહ રાજપુરોહિતને પૈસાની જરૂર હોવાથી રહેણાંક સોસાયટીના પ્લોટ નં. 17 ઉપર રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેના બદલામાં અરૂણ અને તેના પિતાએ પ્લોટના મકાનમાં ક્લિનીક ચાલુ કરો તો ભાડુ નહીં લેશે એવું કહેતા ડો. કિશોરસિંહે ડિસેમ્બર 2018 માં રૂ. 5 લાખ રોકડા આપી નોટરી સમક્ષ ગીરોખત કરાર કર્યો હતો. દરમિયાનમાં ડિસેમ્બર 2020 માં અરૂણે પ્લોટ નં. 17 વાળું પોતાનું મકાન વેચવાનું હોવાથી રૂ. 47.50 લાખનો ભાવ નક્કી કરી ડો. કિશોરસિંહે બાના પેટે રૂ. 11 લાખ રોકડા આપી સાટાખત કર્યો હતો અને ટુક્ડે-ટુક્ડે રૂ. 23.50 લાખ ચુકવી દીધા હતા. પિતા-પુત્રને દેવું થઇ ગયું હોવાથી પહેલો માળ રાજેશ કપિલેદવ રજકને રૂ. 1.50 લાખમાં ગીરવે આપ્યો હોવાથી ડો.કિશોરસિંહે આ રકમ પણ રાજેશને ચુકવી દીધી હતી. ઉપરાંત રૂ. 24 લાખની બેંક લોન હતી તેના માટે બેંકમાં જઇ તપાસ કર્યા બાદ લોનધારક પિતા-પુત્રનો તેમના વતન રાજસ્થાન ખાતે નોટરી સાથે રૂબરૂ જઇ સ્પેસીફીક પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી લોન ભરપાઇ કરી બેંકની એનઓસી પણ મેળવી લીધી હતી. જયારે ડિફરન્સના રૂ. 1.50 લાખ પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રૂ. 1.56 લાખ પરત આપવામાં અને મકાનનો દસ્તાવેજ કરી આપવામાં વાયદા પર વાયદા કર્યા હતા.


Google NewsGoogle News