ફોરેક્સ ટ્રેડિંગના નામે ઓનલાઇન ઠગોએ વડોદરાના વેપારી પાસે 1 કરોડ પડાવી લીધા
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ના નામે છેતરપિંડીના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાના એક યુવાન વેપારીએ ફોરેક્સ ટ્રેડિંગ ના નામે એક કરોડ ગુમાવ્યા હોવાનો વધુ એક બનાવો બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
મુજમહુડા વિસ્તારના સામ્રાજ્ય બંગ્લોઝ ખાતે રહેતા ઉપેનભાઈ ઠક્કરે પોલીસને કહ્યું છે કે, ગઈ તા 10મી ઓક્ટોબરે મને ફેસબુક પર અમીના ઘોષલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતાં મેં સ્વીકારી હતી. ત્યારબાદ તેણે મારો મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો.
અમીના ના નામે વાત કરતી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તે પોતે ફોરેક્સ માં ટ્રેડિંગ કરે છે અને સારી એવી આવક મેળવે છે. જો તમને ઈચ્છા હોય તો તમને પણ સારું ફાયદો થઈ શકશે. ત્યારબાદ મારું ઓનલાઈન એક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં 20,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી હતી.
વેપારીએ પોલીસને કહ્યું છે કે, અમીનાએ રમેશભાઈ નામનો એક મેન્ટોર આપ્યો હતો અને વારંવાર ટ્રેડિંગ કરાવી રમેશ ના નામે કમિશન ટ્રાન્સફર કરાવવામાં આવતું હતું. આ વળતર ની રકમ ક્યારેક 12,00,000 તો ક્યારેક 3600000 સુધી પહોંચતી હતી.
મારા એકાઉન્ટમાં 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ની સામે 2 કરોડથી વધુ રકમ નું બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડવા જતા મારી પાસે લેટ પેમેન્ટ ફી તેમજ અન્ય નામે વધુને વધુ રકમ ની માંગણી કરવામાં આવતી હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોય તેમ જણાઈ આવતા સાયબર સેલ ને ફરિયાદ કરી હતી.