અડાજણની ક્રિપા એજન્સીના સંચાલકોનું ફુલેકું : કેનેડા-યુ.કે ના સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 20. 66 લાખથી વધુ ખંખેરી ગાયબ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
અડાજણની ક્રિપા એજન્સીના સંચાલકોનું ફુલેકું : કેનેડા-યુ.કે ના સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 20. 66 લાખથી વધુ ખંખેરી ગાયબ 1 - image




- સુરતના રહેવાસી પરંતુ વડોદરામાં મેઇન ઓફિસ ધરાવતા ચૌહાણ બંધુ અડાજણ એલ.પી. સવાણી રોડની ઓફિસને તાળા મારી રફુચક્કર
- કામરેજના સીમાડી ગામના ખેડૂતને કેનેડામાં એગ્રીકલ્ચર વર્ક પરમીના નામે રૂ. 6.82 લાખ પડાવી કહ્યું તમારા રૂપિયા નહીં મળેઃ રસ્તા ઉપર જાહેરના બેનર વાંચી સંપર્ક કર્યો હતો



સુરત


અડાજણના વુડ સ્કેવરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓ એ યુ. કે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી રૂ. 20.66 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભુર્ગભમાં ઉતરી જનાર ચૌહાણ બંધુ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.


સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા પ્રકાશ પ્રભુભાઇ ઉમરીયા (ઉ.વ. 40) એ ખેતીકામ છોડી કેનેડા જવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત કામ અર્થે સુરત આવ્યો ત્યારે રસ્તા ઉપર સ્ટુડન્ટ અને વર્ક વિઝા ઉપર કેનેડા અને યુ. કે જેવા દેશોમાં મોકલાવતી ક્રિપા એજન્સીના જાહેરાતના બોર્ડ જોય ટેલિફોનીક સંર્પક કર્યા બાદ ઓક્ટોબર 2020 માં અડાજણના એલ.પી સવાણી રોડ સ્થિત વુડ સ્કેવરમાં આવેલી ઓફિસે ગયો હતો. જયાં ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે અને ઇમીગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે અને માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને તેમનો ભાઇ કલ્પેશ અરવિંદ ચૌહાણ (બંને રહે. આનંદ નગર સોસાયટી, મોરાભાગળ) છે.

અડાજણની ક્રિપા એજન્સીના સંચાલકોનું ફુલેકું : કેનેડા-યુ.કે ના સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝાના નામે રૂ. 20. 66 લાખથી વધુ ખંખેરી ગાયબ 2 - image

તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમીટ વિઝા મળી જશે. જેના માટે 35 હજાર કેનેડીયન ડોલર ખર્ચ થશે અને ટુક્ડે-ટુક્ડે પૈસા ચુકવવાના રહેશે. જેથી પ્રકાશે ટુક્ડે-ટુક્ડે ચેક અને 18 ટકા જીએસટી નહીં ભરવો પડે તે માટે રોકડા રૂ. 3 લાખ મળી કુલ રૂ. 6.86 લાખ ચુકવ્યા હતા. જે અંતર્ગત સહી-સિક્કા વગરનો ભાવેશ ચૌહાણે ઓફર લેટર આપ્યો હતો અને જુન 2023 સુધીમાં એલ.એમ. આઇ લેટર આવી જશે અને નહીં આવે તો તમારા રૂપિયા પરત મળી જશે. ત્યાર બાદ કેનેડામાં વિઝા ઓપનનો સ્લોટ બે મહિના બાદ શરૂ થવાનો છે એમ કહી ધક્કે ચડાવવા ઉપરાંત કલ્પેશ ચૌહાણનો સંર્પક કર્યો હતો. પરંતુ કલ્પેશે પણ વાયદા કર્યા હતા. જેથી ભાવેશનો સંર્પક કરતા તેણે તમારા રૂપિયા ભુલી જાવ, હવે તમને મળશે નહીં એમ કહી રાતો રાત ઓફિસને તાળા મારી બંને ભાઇ ભુર્ગભમાં ઉતરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રકાશ ઉપરાંત અન્ય લોકોને પણ વિઝા અને વર્ક પરમીટના નામે કુલ રૂ. 20.66 લાખ પડાવ્યાનું જાણવા મળ્યું છે.



કોણ-કોણ ભોગ બન્યું ?



(1) જયરાજસિંહ હનુભાઈ મકવાણા (રહે. ગૃહમ લક્ઝુરીયા, ઓરમા-માસમાં રોડ, ઓલપાડ) રૂ. 1.50 લાખ
(2) મોહમદ રીયાઝ ગુલામ ખાવાઝા શેખ (રહે. મૃગવાનનો ટેકરો, બેગમપુરા, સુરત) રૂ. 50 હજાર
(3) જયેશકુમાર કાંતીલાલ કથારીયા (રહે. સાંઇ મિલન રેસીડેન્સી, પાલનપુર ગામ, સુરત) રૂ. 1 લાખ
(4) વિરલ ભાનુભાઇ વાઘેલા (રહે. સ્વજન્ય એપાર્ટમેન્ટ, ઇસનપુર, અમદાવાદ) રૂ. 80 હજાર
(5) કરણ નરેશ ગોનાવાલા (રહે. અંબિકાનગર સોસાયટી, ગોવાલક-બમરોલી રોડ, સુરત) રૂ. 3 લાખ
(6) રાકેશ ભુપત પાલડીયા (રહે. ભક્તિ હાઇટસ, અમરોલી) રૂ. 1.50 લાખ
(7) હિમાંશું અનિલ પંડયા (રહે. શીવસાગર સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી) રૂ. 4 લાખ
(8) ફરહાન સાદીક રાંદેરી (રહે. શાબરીનગર, ભરીમાતા રોડ, ફુલવાડી, સુરત) રૂ. 1.50 લાખ


Google NewsGoogle News