Get The App

વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરનાં ઊભરાતાં પાણીથી લોકો પરેશાન

- કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી

Updated: Nov 19th, 2021


Google News
Google News
વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરનાં ઊભરાતાં પાણીથી લોકો પરેશાન 1 - image


વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અગાઉ ભાઈલી, સેવાસી ,ઉંડેરા સહિતના સાત ગામો જોડાયા છે. આ ગામોમાં હવે કોર્પોરેશન આવતા મહિનાથી મિલકતવેરાના બિલો આપવાની છે, પરંતુ આ ગામોમાં કોર્પોરેશન દ્વારા લોકોને હજી સંતોષજનક પાયાની સુવિધા અપાતી નથી ભાઈલી વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડીંગો સહિતની સોસાયટીઓ બની છે. જ્યાં રોડ, પાણી, ગટર સહિતની તકલીફ છે. 

છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી રોડ પર ચોક અપ થતાં ઉભરાઇ રહ્યા છે .જેથી લોકો પરેશાન છે. લોકોને રોડ પર ભરાયેલા ગંદા પાણી માંથી અવરજવર કરવાનો વારો આવ્યો છે.

વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરનાં ઊભરાતાં પાણીથી લોકો પરેશાન 2 - image

બાળકો ફ્લેટમાંથી નીચે રમવા આવી શકતા નથી, વૃદ્ધો પણ બહાર ચાલવા કે નીચે બેસવા માટે આવી શકતા નથી કારણ કે ગંદા પાણી ભરાતા ગંદકી અને મચ્છરો નું સામ્રાજ્ય છે. ગંદા પાણીને લીધે મચ્છરજન્ય રોગચાળો છે. કોર્પોરેશન માં ફરિયાદ કરવા છતાં આવીને જોઈ જશે ,પરંતુ નક્કર કામગીરી કરી સમસ્યાનો ઉકેલ આવતો નથી. સ્વચ્છતા એપ પર ફરિયાદ કરવામાં આવે તો ફરિયાદનો નિકાલ થઈ ગયો છે, તેવું દર્શાવે છે, કોર્પોરેશનના તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
VadodaraBhayli

Google News
Google News