Get The App

યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં લોલંલોલ I-Card વગર ગમે તે લોકોનાં આંટાફેરા

Updated: May 1st, 2024


Google NewsGoogle News
યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં લોલંલોલ I-Card વગર ગમે તે લોકોનાં આંટાફેરા 1 - image


મોનિટરિંગના અભાવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં જાણે રેઢારાજ : મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ઉત્તરવહી ચકાસણી માટે 200થી વધુ અધ્યાપકોનાં ઓર્ડર પણ છેલ્લા 4 દિવસમાં ક્યારેક 8 તો ક્યારેક 12ની રજિસ્ટરમાં હાજરી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં પેપર લીક કાંડ સહિત કોર્સ બહારનાં પ્રશ્નો ધાબડી દેવાનાં પ્રકરણમાં અસરકારક પગલાં લેામાં નિષ્ફળ સૌરાષ્ટ્ર યુનિ.નાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં છેલ્લા આઠ દિવસથી ઉતરવહી અવલોકનનાં નામે જાણે ડીંગે ડીંગ ચાલતુ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રની જુદી જુદી તમામ કોલેજનાં વિદ્યાર્થીઓની ઉતરવહી અહી યુનિ. કેમ્પસ ઉપર મધ્યસ્થ મૂલ્યાંકન ેકન્દ્રમાં આવતી હોવા છતાં દરવાજે માત્ર એક જ સિક્યુરીટી કર્મચારીને બેસાડી દઈ કોઈ પ્રકારનાં આઈડેન્ટી કાર્ડની તપાસ કર્યા વિના ગમે તે ઉમેદવારને ઉતરવહી અવલોકન માટે પ્રવેશ અપાતો હોવાનું બહાર આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં જે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પુરી થઈ ગઈ છે તે તમામ પરીક્ષાર્થીઓની ઉતરવહી ચકાસણી માટે અહી યુનિ. કેમ્પસમાં મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર ઉપર મોકલવામાં આવી રહી હોવાથી લાખોની સંખ્યામાં ઉતરવહીનાં થપ્પા પડયા હોવા છતાં તેની સલામતીની જાણે કોઈ ચિંતા ન હોય તે રીતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રનાં દરવાજે એક માત્ર સિક્યુરીટી કર્મચારીને ગોઠવી દેવામાં આવ્યો છે. જેની પાસે ઉતરવહી ચકાસણી માટે આવતા અધ્યાકોની હાજરીનું રજીસ્ટર છે. જેમાં દર્શાવે છે કે ગત તા.૨૪નાં રોજ  9, તા. 25નાં 10, તા. 26નાં 8 તા. 27નાં  17 તા. 28નાં 12, તા. 29નાં 13 અને તા. 30નાં 16 અધ્યાપકો આવ્યા હોવાનું દર્શાવે છે. યુનિ.એ ઉતરવહી અવલોકન માટે 200 થી વધુ અધ્યાપકોનાં ઓર્ડર કાઢયા હોવા છતાં 10 ટકા અધ્યાપકો પણ ઉતરવહી ચકાસણી માટે આવતા નથી છતાં કોઈને તેની દરકાર ન હોય તેવી સ્થિતિ છે. દરેક પરીક્ષાર્થીને માર્કનાં પ્રસ્ન પેપરમાંથી 28 જયારે 30 માર્કનાં ઈન્ટરનલ માર્કમાંથી 12 માર્ક મેળવવાનો હોય છે. પરંતુ ઉતરવહી અવલોકનમાં યુનિ. ગમે તે સ્વનિર્ભર કોલેજનાં અધ્યાપકોને મોકલી દઈ 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરી જંગ જીત્યો હોવાની જે છાપ ઉભી કરે છે. તે સરવાળે વિદ્યાર્થીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે જ નુકશાનકારક છે. ઉતરવહી ચકાસણીમાં અધ્યાપોકનાં છબરડાથી વિદ્યાર્થીઓનું ભાવિ રૂંધાઈ રહ્યું હોવાની લાગણી સીનીયર અધ્યાપકો દ્વારા કરવામાં આવી હતી.


Google NewsGoogle News