Get The App

સુરતમાં NA વિનાની જમીનો ભાડે આપી મ્યુનિ.ને ચૂનો લગાવવાનો ધીકતો ધંધો

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News

મ્યુનિ.ના અધિકારી-રાજકારણીઓની મીલીભગતનો ઉત્તમ નમૂનો

સુરતમાં NA વિનાની જમીનો ભાડે આપી મ્યુનિ.ને ચૂનો લગાવવાનો ધીકતો ધંધો 1 - image

ખેતીની જગ્યામાં ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી ધંધો ચાલી રહ્યો છે છતાં કાર્યવાહી નહીં ઃ રૃ.૫ થી ૭ લાખનો વહીવટ થતો હોવાની ફરિયાદ

     સુરત

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરની ફરતે આવેલી ખેતીની જમીનમાં ભાડે ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરી તેનો કોમર્શિયલ ઉપયોગ કરી મ્યુનિ.ને ચુનો લગાવવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. આવી પ્રવૃત્તિના કારણે મ્યુનિ.ને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેની પાછળ ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગત હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરતમાં બીયુ પરમિશન વિના અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકતો શોધવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં ચોંકાવનારો આંકડો ટેમ્પરરી સ્ટ્રકચરનો હોવાનું બહાર આવ્યું છે. છતાં મ્યુનિ.એ ટેમ્પરરી સ્ટ્રકચર સામે કડક વલણ અપનાવ્યું નથી. તેના કારણે શહેરમાં ખેતીની જગ્યા ભાડે આપી તેમાં ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરી કોમર્શિયલ પ્રવૃત્તિ હજીપણ ચાલી રહી છે. વરાછા એ અને વરાછા બી ઝોન સાથે કતારગામ અને લિંબાયત ઝોનમાં પણ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગેરકાયદે રીતે કોમર્શિયલ એક્ટીવીટી થઈ રહી છે. મ્યુનિ.ના ચોપડે ખેતીની જગ્યા છે અને એન.એ. ન થઈ હોય તેવી અનેક જગ્યા પર રાજકારણીઓ અને અધિકારીઓની મીલીભગતમાં  ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી દેવામાં આવ્યા છે. જેમાં નાની મોટી રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો અને ગોડાઉન ધમધમે છે. જો સુરતમાં સામાન્ય માણસ પોતાની જગ્યામાં એકથી બે ફુટનું પ્લાન વિરૃધ્ધનું બાંધકામ કરે તો અધિકારીઓ તુડી પડે છે અને આવા લોકો સામે આરટીઆઇ કરીને માહિતી માંગી રંજાડવામાં આવે તેવા પણ અનેક કિસ્સા બન્યા છે. પરંતુ ખેતીની જગ્યામાં ગેરકાયદે રીતે ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરવાના કિસ્સામાં મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં ભરવામા આવતા નથી.

વરાછા-કતારગામ વિસ્તારમાં એવી ચર્ચા ચાલે છે કે, ખેતીની જગ્યામાં ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરવા માટે ઝોનમાં રૃ. ૫ થી ૭ લાખનો વહીવટ થાય છે. આ ઉપરાંત આ જગ્યામાં લાઈટ, મીટર પણ આપી દેવામાં આવે છે. લોકો એવો પણ આક્ષેપ કરે છે કે, જે  ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં વહીવટ નથી થયો તેની સામે જ કામગીરી થઈ રહી છે, બાકી આજની તારીખે વરાછા, કતારગામમાં અનેક ટેમ્પરરી સ્ટ્રકચર ગેરકાયદે છે. ખેતીની જગ્યામાં ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરાયા હોવાથી મ્યુનિ.ને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પઅધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગતથી મ્યુનિ.ને ચુનો લાગી રહ્યો છે તે બંધ કરાવવાની લોકો માગણી કરી રહ્યાં છે. 


Google NewsGoogle News