Get The App

'સમાજ ટોચ પર બેસાડે તો ઉતારી પણ શકે, કોઈ પાડી દેવાના પ્રયાસ કરશે તો..:' જયેશ રાદડિયાનો હુંકાર

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Jayesh Radadiya


Jayesh Radadiya Speech : સુરતમાં વિઠ્ઠલ રાદડિયાની પુષ્યતિથિના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને પાટિદાર આગેવાન જયેશ રાદડિયાએ સમાજમાં રાજકિય અને મજબૂત આગેવાનીને લઈને હુંકાર કરી હતી. જેમાં  સમાજના અમુક લોકોના પગ ખેંચવાની જગ્યાએ સમાજને મજતૂબ બનાવવાના પ્રયત્ન કરવા સહિત વિશે જણાવ્યું હતું.

માયકાંગલા હોય એની સમાજમાં જરૂર નથી

રાદડિયાએ કહ્યું હતું કે, 'માયકાંગલા હોય એની સમાજમાં જરૂર નથી, પોતે તો ડૂબશે પણ સાથે-સાથે સમાજને પણ ડૂબાડશે. આવા લોકોની સમાજને આજે પણ જરૂર નથી કે કાલે પણ નથી. જાહેર મંચ પર કહેવા માટે ટેવાયેલો છું. જો કોઈ રાજકિય કે સમાજના મજબૂત આગેવાન બને ત્યારે તેમની મંચ પર સ્પીચ આપતી વખતે મારે નીચે બેસીને પણ ફોટો પડાવવાની કાયમી માટેની તૈયારી છે.'

સમય આવે ત્યારે જવાબ આપવાની અમારી તૈયારી છે

રાદડિયાએ કહ્યું કે, 'સમય આવે ત્યારે જવાબ આપવાની અમારી તૈયારી છે. આ એજ સમાજ છે જે રાજકિય રીતે ટોચ પર બેસાડવાની સાથે કેટલાકને નીચે પણ બેસાડી શકવાની તાકાત ધરાવે છે. આ બધા વચ્ચે સમાજ મજબૂત થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજનો આગેવાન મજબૂત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.'

'સમાજ ટોચ પર બેસાડે તો ઉતારી પણ શકે, કોઈ પાડી દેવાના પ્રયાસ કરશે તો..:' જયેશ રાદડિયાનો હુંકાર 2 - image


Google NewsGoogle News