સુરતમાં 9 ફુટથી મોટી મૂર્તિ આ વર્ષે વધારે, મગદલ્લા ઓવારેથી પણ વિસર્જન થશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
સુરતમાં 9 ફુટથી મોટી મૂર્તિ આ વર્ષે વધારે, મગદલ્લા ઓવારેથી પણ વિસર્જન થશે 1 - image



- મોટી મૂર્તિઓનું ડુમસ, હજીરા, મગદલ્લા દરિયા કિનારે વિસર્જન થશે હજીરામાં 11 ક્રેઇન મારફત મૂર્તિં દરિયામાં સીધું વિસર્જન કરાશે

        સુરત

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતથી ૩૫ કિ.મી દૂર હજીરાના બોટ પોઇન્ટ ઓવારા પર ૧૧ ક્રેઇન મુકીને ગણેશ વિર્સજનની પ્રકિયા હાથ ધરવામાં આવનાર હોવાથી તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. આ પોઇન્ટ પર દરિયો એકદમ નજીક હોવાથી ૯ ફુટથી મોટી મૂર્તિનું સરળતાથી વિર્સજન થાય છે. આ સાથે જ ડુમસ અને મગદલ્લા ખાતેથી પણ દરિયામાં વિર્સજનની પ્રકિયા હાથ ધરાશે.

આ વર્ષે સુરત શહેરમાં ૯ ફુટથી મોટી મૂર્તિની સંખ્યા વધુ છે. અને આ મોટી મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવાયેલા કુત્રિમ તળાવમાં વિર્સજન થઇ શકે તેમ નહીં હોવાથી આયોજકોએ હજીરા, ડુમસ અને મગદલ્લા આ ત્રણ ઓવારા પરથી વિર્સજન કરવુ પડશે. કેમકે આ ત્રણેય ઓવારા પરથી ગણપતિદાદાની મૂતિનું વિર્સજન સીધુ દરિયામાં થશે. આ ત્રણ ઓવારામાં હજીરા બોટ પોઇન્ટ ઓવારા પર પણ આ વર્ષે વિર્સજન કરવામાં આવશે. રાધે ક્રિષ્ના ગુ્રપના સતિષ પટેલના જણાવ્યા મુજબ હજીરા ઓવારા પર આ વખતે પણ ૧૧ મોટી ક્રેઇન ફોર્થ લિફટ સાથે મુકવામાં આવશે. આ ક્રેઇન દ્વારા મોટી મૂતિ આ ફોર્થ લિફટમાં મુકીને સીધુ દરિયામાં  વિર્સજન કરવામાં આવશે. અંહિયા દરિયાનુ પાણી ઉડુ હોવાથી સરળતાથી વિર્સજન થશે. આ વિર્સજનની પ્રકિયા માટે આજુબાજુના ગામોના ૫૦૦ યુવાનોની ટીમ તૈયાર છે.

આ હજીરાની સાથે જ મગદલ્લા અને ડુમસ ઓવારા પરથી પણ દરિયામાં વિર્સજન કરવામાં આવશે. આ વિર્સજનની તૈયારીને લઇને ચોર્યાસી ધારાસભ્ય તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી અને વિર્સજનની પ્રકિયામાં ભાગ લેનારા યુવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સુરક્ષા તથા વિર્સજનમાં વપરાશમાં આવતી ક્રેઇન તથા અન્ય જરૃરિયાત મુજબ મશીનરીની વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા થઇ હતી.

મગદલ્લા ઓવારો ૨017 માં બંધ કરાયો હતો, રજૂઆત બાદ આ વર્ષે વિસર્જનની મંજુરી

સુરત શહેરમાં પાલિકા દ્વારા કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જયારે મોટી મૂર્તિ માટે અત્યાર સુધી હજીરા અને ડુમસ આ બે જ ઓવારા હતા. જયાંથી મોટી મુતિનું વિર્સજન કરવામાં આવતુ હતુ. આ વખતે ચોર્યાસી ધારાસભ્ય દ્વારા ત્રીજો ઓવારો શરૃ કરવા માટે પોલીસ કમિશ્રરમાં રજુઆત કરાઇ હતી. અને પોલીસ કમિશ્નર દ્વારા મંજુરી મળતા ૨૦૧૭ થી બંધ કરી દેવાયેલો ત્રીજો મગદલ્લા ઓવારા પરથી આ વર્ષે ફરી વિર્સજન કરવામાં આવશે. 


Google NewsGoogle News