Get The App

સુરતમાં 23 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યાઃ સમર્થકોએ નારા લગાવ્યા

ચુંટણી તંત્રના પ્રતિબંધ છતાં ત્રણથી વધુ વાહનોમાં અસંખ્ય કાર્યકરોએ વાજતે ગાજતે ઉમેદવારો સાથે શક્તિ પ્રદર્શન કર્યુ

Updated: Nov 11th, 2022


Google NewsGoogle News


સુરતમાં 23 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યાઃ સમર્થકોએ નારા લગાવ્યા 1 - image

સુરત

ચુંટણી તંત્રના પ્રતિબંધ છતાં ત્રણથી વધુ વાહનોમાં અસંખ્ય કાર્યકરોએ વાજતે ગાજતે ઉમેદવારો સાથે  શક્તિ પ્રદર્શન કર્યુ

સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે આજે અગ્રણી માન્ય રાજકીય પક્ષોના  કુલ 23 જેટલા ઉમેદવારોએ વિજય મુર્હુતમાં દાવેદારી ફોર્મ  સાથે  સાથે એસંખ્ય કાર્યકરો-સમર્થકોના ઉત્સાહના અતિરેક સાથે શક્તિ પ્રદર્શનની પણ નોંધણી કરાવી હતી. ચુંટણી આચારસંહિતા મુજબ ત્રણથી વધુ વાહનો લાવવા પર ચુંટણી પંચની પ્રતિબંધની ઐસીતૈસી કરીને માન્ય રાજકીય પક્ષોના કાર્યકરો-સમર્થકોએ એકબીજા સામે જોરશોરથી નારેબાજી કરી હતી.

સુરત શહેર-જિલ્લાની 16વિધાનસભા બેઠકો પૈકી અમુક અપવાદને બાદ કરતાં મોટા ભાગના અગ્રણી રાજકીય પક્ષોના ઉમેદવારોને મેન્ડેટ મળી ગયા છે.જેથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ આજે સવારે 10 કલાકથી સાંજ સુધીમાં  પોતાના કાર્યકરો-સમર્થકોની હાજરી વચ્ચે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા નાનપુરા સ્થિત જુની કલેકટર કચેરી ખાતે ઉમટી પડયા હતા.

ભાજપ,કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોત પોતાના પક્ષના મુખ્ય કાર્યલયથી અનેક કાર્યકરો-સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે  રેલી કાઢી શક્તિપ્રદર્શન કર્યું હતુ.કલેકટર કચેરી ખાતે ત્રણથી વધુ વાહનો પર પ્રતિબંધ હોવા છતાં  અસંખ્ય વાહનોમાં અ દાવેદારી ફોર્મ ભરવા આવેલા ઉમેદવારોના ટેકેદારોએ ઉત્સાહના અતિરેકમાં આચારસંહિતાને પણ નેવે મુકી હતી.

ઢોલ-નગારાના પડઘમ સાથે બહુમાળી કેમ્પસમાં નારા લાગ્યા, આગાજ ઐસા હૈ તો અંજામ કૈસા હોગા ?

નાનપુરા અઠવાલાઈન્સ સ્થિત જુની કલેકટર કચેરી ખાતે આજે બપોરે અગ્રણી રાજકીય પક્ષોના ઉમેદવારોના કાર્યકરોએ એકબીજાની સામે જોરજોરથી પોતાના પક્ષના નેતાઓને લગતા સુત્રોચ્ચાર,નારેબાજી કરીને આગાજ ઐસા હૈ તો અંજામ કૈસા હોગા  ?ત અંગે કલેકટર કચેરીમાં આવેલા અન્ય મુલાકાતીઓ તથા જાહેર જનતાને વિચારતા કરી મુક્યા હતા.એક તરફ ઉમેદવારો પોતાના ચાર ટેકેદારોને લઈને દાવેદારી ફોર્મ સબમીટ કરાવવા રીટર્નિગ અધિકારી સમક્ષ ગયા હતા.જ્યારે બીજી તરફે વિવિધ પક્ષના રાજકીય પક્ષોના સમર્થક કાર્યકરોએ ઢોલ નગારા અને સુત્રોચ્ચારથી ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે ઉત્સાહનો અતિરેક પણ નોંધાવ્યો હતો.



Google NewsGoogle News