Get The App

ઉત્રાણના સુદામા ચોકમાં હોટલ ભાડે રાખી ધમધમતું કુટણખાનું ઝડપાયું

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી રેઈડ કરી સાત ભારતીય મહિલાઓને મુક્ત કરાવી

મેનેજરની ધરપકડ, હોટલ ભાડે રાખનાર, હોટલના રૂમ ભાડે રાખનાર મહિલા સહિત બે વોન્ટેડ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ઉત્રાણના સુદામા ચોકમાં હોટલ ભાડે રાખી ધમધમતું કુટણખાનું ઝડપાયું 1 - image


- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી રેઈડ કરી સાત ભારતીય મહિલાઓને મુક્ત કરાવી

- મેનેજરની ધરપકડ, હોટલ ભાડે રાખનાર, હોટલના રૂમ ભાડે રાખનાર મહિલા સહિત બે વોન્ટેડ

સુરત, : સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં સુદામા ચોક પનવેલ પોઈન્ટના ચોથા માળે હાઈવ્યુ હોટલ ભાડે રાખી તેમાં ધમધમતા કુટણખાના ઉપર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી રેઈડ કરી સાત ભારતીય મહિલાઓને મુક્ત કરાવી મેનેજરની ધરપકડ કરી હતી.જયારે હોટલ ભાડે રાખનાર, હોટલના રૂમ ભાડે રાખનાર મહિલા સહિત બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ અશ્વિનભાઈ ચંદુભાઈને મળેલી બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગતસાંજે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં સુદામા ચોક એ.આર.મોલ પાસે પનવેલ પોઈન્ટના ચોથા માળે હાઈવ્યુ હોટલમાં રેઈડ કરી હતી.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને રૂમ નં.407 માંથી છ ભારતીય મહિલાઓ જયારે રૂમ નં.409 માંથી ડમી ગ્રાહક અને એક ભારતીય મહિલા કઢંગી હાલતમાં મળ્યા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થળ પરથી મેનેજર વિજયસિંહ ઉર્ફે કાનો હઠીસંગભાઈ પરમાર ( ઉ.વ.24, રહે.રૂમ નં.404, હોટલ હાઈવ્યુ, પનવેલ પોઈન્ટ, સુદામા ચોક, ઉત્રાણ, સુરત. મૂળ રહે.મોટા સુરકા, તા.શિહોર, જી.ભાવનગર ) ને ઝડપી પાડી તમામ ભારતીય મહિલાઓને મુક્ત કરી હતી.


ઉત્રાણના સુદામા ચોકમાં હોટલ ભાડે રાખી ધમધમતું કુટણખાનું ઝડપાયું 2 - image

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્યાંથી રોકડા રૂ.15,500, રૂ.41 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, 48 કોન્ડોમ, ગુગલપે સ્કેનર વિગેરે મળી કુલ રૂ.56,500 નો મુદ્દામાલ કબજે કરી મેનેજર અને મહિલાઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ભાવના મરાઠી અને શિવમ ગજેરાએ હોટલના રૂમ ભાડે રાખ્યા હતા અને તેમાં ગ્રાહકોને બોલાવી તેમને શરીર સુખ માણવાની સવલત પુરી પાડતા હતા.તે માટે તેઓ ગ્રાહક પાસેથી રૂ.1500 થી રૂ.2000 લઈ લલનાને રૂ.500 આપતા હતા.જયારે મેનેજરને ગ્રાહક દીઠ રૂ.100, હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઈ કેવડીયા ( રહે.મહાવીર સોસાયટી, યોગીચોક પાસે, સરથાણા, સુરત ) ને રૂ.500 આપતા હતા.રૂમના ભાડાના રૂ.600 તેઓ પુરા પાડતા હોય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી જોનીલ કેવડીયા, ભાવના મરાઠી અને શિવમ ગજેરાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News