Get The App

સયાજીગંજ વિસ્તારમાં પતંગની દોરીથી યુવકના ગળા પર ઇજા

અગાઉ ફૂડ ડિલિવરીનું કામ કરતા યુવકનું પતંગની દોરીના કારણે મોત થયું હતું

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
સયાજીગંજ વિસ્તારમાં પતંગની દોરીથી યુવકના ગળા પર ઇજા 1 - image

વડોદરા,સયાજીગંજ વિસ્તારમાં રહેતો યુવક આજે બાઇક લઇને લારી  પર જતો હતો. તે સમયે પતંગની દોરી આવી જતા તેના ગળા પર ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ એક યુવકનું મોત થયું હતું. જ્યારે બે યુવકોને ઇજા થઇ હતી.

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા ટેકરા ફળિયામાં રહેતો ૨૫ વર્ષનો અમરબહાદુર રામરાજભાઇ રાણા આજે સાંજે બાઇક લઇને ઘરેથી પોતાની ખાણી પીણીની લારી પર જતો હતો. તે સમયે પતંગની દોરી આવી જતા તેને ગળા  પર ગંભીર ઇજા પહોંચી હતી. ગળા પર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

 અગાઉ ડભોઇ  રોડ પરથી બાઇક લઇને જતા ફૂડ ડિલીવરીનું કામ કરતા યુવકના ગળામાં  પતંગની દોરી ફસાઇ જતા તેનું ગળું કપાઇ ગયું હતું. વધુ પડતું લોહી વહી જવાના કારણે ૨૭ વર્ષના હરિનાથ હસમુખભાઇ રાઠવા (રહે. મોરગણા ગામ, તા. કવાંટ, જિ. છોટાઉદેપુર) નું મોત થયું હતું. 

ત્રણ દિવસ અગાઉ નિઝામપુરામાં રહેેતો ધુ્રવ અજીતભાઇ સોલંકી ( ઉં.વ.૨૦) અને તેનો મિત્ર રોનક બાઇક લઇને હાથીખાના બજારમાં અનાજ લેવા માટે જતા  હતા. તેઓ નરહરિ  હોસ્પિટલથી કલ્યાણ નગર વાળા રોડ પરથી પસાર થતા હતા. તે સમયે પતંગની દોરી આવી જતા ધુ્રવને ગળા  પર ઇજા  થઇ હતી. 

જ્યારે ગાજરાવાડીમાં રહેતો ૨૪ વર્ષનો યુવરાજ મહેશભાઇ રાઠોડ ગાજરાવાડી અર્બન સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ત્રણ દિવસ  અગાઉ  તે સુદામાપુરી અર્બન સેન્ટરમાં બાઇક લઇને  જતો હતો. તે દરમિનાય  પતંગની દોરીના કારણે નાક પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને નાક પર ત્રણ ટાંકા આવ્યા હતા. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.


Google NewsGoogle News