રતનપર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક શખ્સ ઉપર હુમલો
બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો
આરોપીઓએ ધોકા, પાઈપ વડે માર મારી ઈજાઓ પહોંચાડીને ઘરમાં તોડફોડ કરી
રતનપર ખાતે આવેલ હસ્તાપીરની દરગાહ પાસે રહેતા આઝાદભાઈ રાયબભાઈ જામ સાંજના સમયે રીવરફ્રન્ટ પાસે હતા. તે દરમ્યાન આશીષભાઈ હબીબભાઈ માણેક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.
ત્યાર બાદ આઝાદભાઇ ત્યાંથી જતા રહ્યાં હતાં. જેનું મનદુઃખ રાખી બીજે દિવસે સવારના સમયે આઝાદભાઇ તેમના ઘર પાસે ઉભા હતા તે દરમ્યાન આશીષભાઈ હબીબભાઈ માણેક, રમજાનભાઈ હબીબભાઈ માણેક, મુન્નીબેન હબીબભાઈ માણેક અને મરીયમબેન ઉર્ફે પીન્કી હબીબભાઈ માણેક (તમામ રહે. ટાવર પાસે) એકસંપ થઈ આશીષભાઇને લાકડાનો ધોકો, પ્લાસ્ટીકનો પાઈપ વડે મારમારી અપશબ્દો બોલી ઘરની ચીજવસ્તુઓને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે બે મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.