રાજકોટમાં ૧૦ વર્ષની બાળાને પોર્ન વીડિયો બતાવી ગુપ્ત ભાગે અડપલાં
આરોપીને ભોગ બનનાર બાળા 'મામા'
કહીને બોલાવતી હતી
બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી
આરોપીને ઝડપી લીધો
રાજકોટ : પેડક રોડ વિસ્તારમાં રહેતા અને ચાંદીની મજૂરીનું કામ કરતા શ્રીનિવાસ ચંદર યમગર (ઉ.વ.૨૮)એ તેના પરિચિત પરિવારની માત્ર ૧૦ વર્ષની ફૂલ જેવી પુત્રીને પોર્ન વીડિયો બતાવી ગુપ્ત ભાગે અડપલાં કરી વિકૃતિ સંતોષ્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આરોપી આ પ્રકારનુ દુષ્કૃત્ય છેલ્લા પાંચેક મહિનાથી કરતો હતો. બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે આરોપીને ભોગ બનનાર બાળકી મામા
કહીને બોલાવતી હતી. ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે આરોપી અને તેનો
પરિવાર એક જ રાજ્યનો હોવાથી પરિચિત છે. લગભગ પંદરેક વર્ષથી બંને પરિવારો વચ્ચે ઘરે
આવવા-જવાનો પણ સંબંધ છે, જેને
કારણે ધો. ૬માં અભ્યાસ કરતી તેની પુત્રી અને પુત્ર આરોપીને મામા કહીને બોલાવતા
હતા.
આરોપીની થોડા સમય પહેલા સગાઇ થઇ હતી, જેથી મંગેતર સાથે
વાત કરવા માટે અવારનવાર તેના ઘરે આવતો હતો. આરોપી આ માટે એમ કહેતો હતો કે તમારા
ઘરે મોબાઇલનું નેટવર્ક સારું આવે છે. પરિણામે મંગેતર સાથે વાત કરવાના બહાને તેના
મકાનના ઉપરના માળે આવેલા બેડરૃમમાં જતો રહેતો હતો, જ્યાંથી અવારનવાર ભોગ બનનાર તેની પુત્રીને પાણી આપવા સહિતના
બહાને બોલાવ્યા બાદ તેને પોર્ન વીડિયો બતાવી તેના ગુપ્ત ભાગે અડપલાં કરતો હતો.
છેલ્લા પાંચેક મહિનાથી આરોપી આ પ્રકારનું દુષ્કૃત્ય કરતો હતો. છેલ્લે ગત રવિવારે આ
કૃત્ય કર્યું હતું. બીજા દિવસે તેની પુત્રીએ પેશાબની જગ્યાએ દુઃખતું હોવાની ફરિયાદ
કરતાં ડોક્ટર પાસે લઇ ગયા હતા. જે દરમિયાન તેના ગુપ્ત ભાગે કોઇએ બળજબરી કર્યાનું
જાણવા મળતાં પુત્રીને પૂછતાં તેણે આપવિતી કહી હતી.
આરોપીએ તેની પુત્રીને કોઇને આ વાત નહીં જણાવવા અન્યથા મારી
નાખવાની ધમકી આપી હોવાથી તેની પુત્રી ગભરાઇ ગઇ હતી. પરિણામે અત્યાર સુધી ઘરના કોઇ
સભ્યોને જાણ કરી ન હતી. આ માહિતી બાદ ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ
નોંધાવવાનો નિર્ણય લીધો હતો.
ગઇકાલે બી ડિવિઝન પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે.