પાંડેસરામાં આધેડે જાતે ગુદા માર્ગમાં પ્લાસ્ટિકની બોટલ નાંખતા હાલત કફોડી
- સિવિલના સર્જરી વિભાગમાં ઓપરેશન કરીને મોટા આંતરડા માંથી ૪થી૫ સે.મીની પ્લાસ્ટિકની બોટલ બહાર કઢાઇ
સુરત :
પાંડેસરા જી.આઇ.ડી.સીમાં સોમવારે સાંજે માનસિક તકલીફ ધરાવતા આધેડે પોતાની જાતે ગુદા માર્ગમાં પ્લાસ્ટિકની બોટલ અંદર ઘુસાડતા હાલત કફડી થઈ હતી. તેથી તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા જી.આઇ.ડી.સીમાં રહેતો ૫૨ વર્ષીય આઘેડ સોમવારે સાંજે કોઇ કારણસર માનસિક તકલીફ અનુભવતો હતો. જોકે ઘરે કોઈ ન હોવાથી દિનેશે જાતે પોતાના ગુદા માર્ગેમા પ્લાસ્ટિકની બોટલ નાખતો હતો. તે સમયે અચાનક બોટલ ગુદા માર્ગમાં આખી ઘૂસી ગઈ હતી. જેને લીધે તેને દુઃખાવો શરૃ થતા હાલત કફડી થઈ હતી. જોકે તેને વધારે દુઃખાવો થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૃ કરી હતી. બાદમાં તેમને મોડી રાતે તેમને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. ત્યાં સર્જરી વિભાગના ડો. દેવેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેથળ ડો. રોહન ગૃપ્તા અને તેમની ટીમના ડોકટરો દ્રારા તેના પેટમાં ચિરો મુક્યો હતો અને મોટા આંતરડા માંથી પ્લાસ્ટિકની બોટલ કાઢવામાં આવી હતી. જોકે આ સર્જરી કરતા દોઢ કલાક સુધી ડોકટરો જહેમત ઉઠાવીને બહાર કાઢવામાં આવી હોવાનું ડોકટરે કહ્યુ હતું. જયારે તેણે કયાં કારણસર ગુદા માર્ગમાં બોટલ નાખી હશે ? તે અંગે અનેક પ્રકારની શંકા કુશાઓ સેવાઇ રહી છે.