એક મહિનામાં નવી સિવિલમાં દારૃના નશા અંગેના ટેસ્ટ માટે 1071ને લવાયા
- ગુજરાતમાં દારૃબંધીના કહેવાતા કડક અમલ વચ્ચે
- નવી સિવિલમાં પ્રોહિબિશનની કામગીરી માટે વધુ એક મેડિકલ
ઓફિસર મુકવા પડયા : રાતે પોલીસ મથકેથી રોજ 40-50
લાકોને લવાય છે
સુરત,:
ગુજરાતમાં
દારૃબંધીનો કાયદો કડક બન્યા બાદ પણ દારુ પીનારા બિન્ધાસ્ત જણાય રહ્યા છે. દારુ
જાણે છૂટથી મળી રહ્યો હોય તેમ સુરત શહેરમાં વિવિધ વિસ્તાર માથી ઓગસ્ટ માસમાં
દારુના નશામાં ૧,૦૭૧ વ્યક્તિની પોલીસે પકડીને
મેડિકલ ટેસ્ટ માટે સિવિલમાં લવાયા હતા. જેના લીધે તાત્કાલિક સારવાર વિભાગ
સારવાર માટે આવતા દર્દીઓને તકલીફ ન પડે તે માટે પ્રોહીબીશનની કામગીરી માટે હાલમાં
વધુ એક મેડિકલ ઓફિસર મૂકવામાં આવ્યાં છે.
ગુજરાતમાં ડિસેમ્બર-૨૦૧૬માં દારુ બંધીનો કાયદો વધુ કડક બનતા દારુ પીનારોમાં ગભરટા જેવા મળ્યો હતો. જોકે, ક્રમશઃ તે દુર થઇ ગયો હોય તેમ જણાય છે. સુરત સિટીના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસો દ્રારા ગત ઓગસ્ટ માસમાં ૧,૦૭૧ વ્યકિતઓને દારુના નસામાં પકડાયા હોવાથી મેડિકલ ચેકઅપ માટે સિવિલની કિડની બિલ્ડીંગમાં લવાયા હતા. સિવિલની કિડની બિલ્ડિંગમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ગંભીર હાલતના દર્દી કે વિવિધ તકલીફ અને મેડિકલ લીગલ કેસ એમ.એલ.સી) થયેલાઓને કેજ્યુલીટી મેડિકલ ઓફિસર(સી.એમ.ઓ) પાસે લાવવામાં આવે છે. આ સાથે ત્યાં રાત્રી દરમિયાન શહેરની વિવિધ પોલીસ મથક માટે દારૃ ના નશામાં રોજના ૪૦ થી ૫૦ વ્યક્તિઓને પોલીસ મેડિકલ ચેકઅપ માટે લાવે છે.
જેથી નાઇટમાં ફરજ બજાવતા સી.એમ.ઓને પ્રોહીબીશનની કામગીરી કરવી પડે છે. આ સાથે કોઈક વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓનું રાત્રીના પોસ્ટમોર્ટમ પણ સીએમઓ કરે છે. આવા સંજોગોમાં રાત્રીના માત્ર એક સીએમઓ હોવાથીં કામનું ભરણ વધી જાય છે. આવા સમયે તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓને તકલીફ ન પડે અને જલ્દી સારવાર મળી રહે તે માટે હાલમાં સોમવારથી રાત્રી દરમિયાન પ્રોહીબીશનની કામગીરી કરવા માટે વધુ એક મેડિકલ ઓફિસર ફરજ પર મૂકવામાં આવ્યા છે. એવુ સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ હતું. જયારે તહેવારના દિવસમાં રાત્રીના દારુ નસામાં પકડાયેલા વ્યકિતઓની સંખ્યામાં વધારો થતો હોવાનું સુત્રો જણાવ્યું હતું.
મહિનો પ્રોહિબીશનની
જાન્યુ. ૭૧૫
ફેબુ્રઆરી ૭૪૨
માર્ચ ૧૦૪૧
એપ્રિલ ૭૪૦
મે ૮૦૮
જુન ૧૦૪૨
જુલાઇ ૧૧૯૭
ઓગસ્ટ ૧૦૭૧