Get The App

મોખાસણ ગામે પુત્રોએ માતાના પ્રેમીને છરી, લોખંડના ફટકા મારી પતાવી દીધો

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
મોખાસણ ગામે પુત્રોએ માતાના પ્રેમીને છરી, લોખંડના ફટકા મારી પતાવી દીધો 1 - image


પોલીસે બંને હત્યારાઓએને ઝડપી લઇને હત્યામાં વપરાયેલા હથિયારો જપ્ત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા

કલોલ :  કલોલ તાલુકાના મોખાસણ ગામે બે સગા ભાઇઓએ માતાના પ્રેમીને પતાવી દીધો હતો કડિયા કામ કરી રહેલા આધેડને બંને ભાઈઓએ લોખંડના સળિયા અને છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચતા આધેડનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ તાલુકાના મોકાસણ ગામે રહેતા રતનજી છનાજી ઠાકોર તેમના ગામમાં કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર અને જયેશજી અમરાજી ઠાકોર આવી ચડયા હતા બંને ભાઈઓએ લોખંડના સળિયા અને છરી વડે રતનજી પર હુમલો કરી દીધો હતો તેમને માથાના ભાગે લોખંડના સળિયા મારવામાં આવ્યા હતા અને પેટમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે તેમના આંતરડા બહાર આવી ગયા હતા. તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવ અંગે અજય રતનજી ઠાકોરે પોલીસ મથકમાં તેના પિતાની હત્યા કરનાર સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર તથા જયેશજી અમરાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમની માતા સાથે રતનજીને પ્રેમ સંબંધ હોવાથી તેની અદાવતમાં બંને જણાએ હુમલો કર્યો હતો જેમાં તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી હત્યામાં વપરાયેલ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે બંનેને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News