જામનગરનાં કૃષ્ણનગરમાં દુંદાળાદેવને 15551 લાડુનો મહાપ્રસાદ ધરાવાયો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
જામનગરનાં કૃષ્ણનગરમાં દુંદાળાદેવને 15551 લાડુનો મહાપ્રસાદ ધરાવાયો 1 - image


525 કિલો ઘઉંનો લોટ, 300 કિલો ગોળ, 30 ડબ્બા તેલ, 10 ડબ્બા દેશી ઘી, 10 કિલો ડ્રાયફ્રૂટનો વપરાશ કરી 120થી વધુ ભાઇ-બહેનોએ લાડુ બનાવ્યા : ગાય માતા માટે અલગથી 4,000 લાડુ બનાવાયા

જામનગર : જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જયઅંબે મિત્ર મંડળ દ્વારા દુંદાળા દેવને 15,551 લાડુનો મહાપ્રસાદ ધરાવાયો હતો.  સમગ્ર કૃષ્ણનગર વિસ્તારના 50થી વધુ બહેનો અને ૭૦થી વધુ ભાઈઓ દ્વારા મહાપ્રસાદ લાડુ તૈયાર કરાયા હતા. ગૌ માતાની સેવા માટે પણ 4,0000 નંગ લાડુ અલગથી બનાવીને શહેરની ગૌમાતાઓને  વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જયઅંબે મિત્ર મંડળ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સતત 17માં વર્ષે દુંદાળાદેવને 15551 લાડુ અર્પણ કરાયા હતા.

સતત 17 માં વર્ષે જય અંબે મિત્ર મંડળ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક વિસ્તારના 50થી વધુ બહેનો અને 70 થી વધુ બહેનો-ભાઈઓ દ્વારા લાડુની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગિયારસના દિવસે ગણપતિ દાદાને પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા હતા, અને તેનું રવિવારના દિવસે ભક્તજનોને પ્રસાદ રૂપે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રસાદીની તૈયારી ચાલતી હતી, તે સ્થળે ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મુલાકાતે પહોંચ્યા હતા. અને લાડુની પ્રસાદી બનાવવામાં જોડાયા હતા.

ભગવાન ગણેશજીને 15,551 મોદક પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા છે, જેમાં ૫૨૫ કિલો ઘઉંનો લોટ (ભરડીયું) ૩૦૦ કિલો ગોળ, 30 ડબ્બા તેલ, 10 નંગ દેશી ઘી ના ડબ્બા, 10 કિલો ડ્રાયફ્ટ અને બે કિલો જામફળ સહિતની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. ગણેશ ભક્તોને પ્રસાદ નું વિતરણ કરાયું છે. જેની સાથે સાથે ગૌમાતા ની સેવા પણ થાય તે દિશામાં કાર્યવાહી કરી કુલ 4,000 નંગ લાડુ તૈયાર કરીને જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News