Get The App

'મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખો...', MLA અને જિલ્લા પંચાયત પ્રમુખનો લોકોએ ઉધડો લીધો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
junagadh


Incident in Nagalpur village of Mendara, Junagadh : સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાર ખાબક્યો છે. જેમાં જૂનાગઢ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોવાથી જિલ્લાના અનેક ગામડાંને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેંદરડાના નાગલપુર ગામ ખાતે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ MLA અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને ગામની પરિસ્થિતિને લઈને પ્રશ્નો પૂછતાં તેમની વચ્ચે ભારે બોલાચાલીમાં સ્થાનિકોના આગેવાને જિલ્લા પંચાયતના પ્રમુખનો કાંઠલો પકડ્યો હતો. આ પછી ધારાસભ્ય સહિતના અધિકારીઓ ગામમાં ગયા વિના જ પાછા ફર્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખનો સ્થાનિક આગેવાને કાંઠલો પકડતાં બબાલ વધી

જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે કેટલાય રોડ-રસ્તાઓ અને પુલને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે, ત્યારે ગામની પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને ગ્રામજનોએ આકરા પ્રશ્નો પૂછતાં ભારે બોલાચાલી થઈ હતી. જેમાં ગ્રામજનોએ તેમના વિસ્તારોમાં રોડ-રસ્તા, ખેતરોનું ધોવાણ અને નદીના પુલમાં થયેલા નુકસાનને લઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખને પ્રશ્નો કરતાં ભારે તકરાર થઈ હતી.  આ દરમિયાન રોષે ભરાયેલા આગેવાને જિલ્લા પંચાયતના પ્રમુખનો કાંઠલો પકડ્યો હતો. આ પછી પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ પ્રમુખ અને સ્થાનિકોને છૂટા પાડ્યા હતા. 

ઉગ્ર બબાલ બાદ પ્રમુખ સહિતના અધિકારીઓ ગામમાં ગયા વિના પાછા ફર્યા

મેંદરડાના નાગલપુર ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ ગામના વરસાદી માહોલ વચ્ચે થયેલા નુકસાન અંગેના પ્રશ્નોની રજૂઆત કરતાં ભારે બોલાચાલી થઈ હતી. જેમાં ગામમાં પ્રવેશતા પહેલા સમગ્ર મામલો ઘટતા ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અધિકારીઓ ગામમાં ગયા વગર જ પાછા ફર્યા હતા. જેમાં સ્થાનિકો અને વહીવટીતંત્ર વચ્ચે થયેલી બબાલનો વીડિયો સામે આવ્યો છે. 

'મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખો...', MLA અને જિલ્લા પંચાયત પ્રમુખનો લોકોએ ઉધડો લીધો 2 - image


Google NewsGoogle News