Get The App

જામનગરમાં યુવાને ઝેરી દવા પી લઈ પુત્રને અંતિમવાર મોઢું જોઈ લેવા ફોન કર્યો , પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં યુવાને ઝેરી દવા પી લઈ પુત્રને અંતિમવાર મોઢું જોઈ લેવા ફોન કર્યો ,  પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી પુત્રને અંતિમ વાર મોઢું જોઈ લેવા માટે ફોન કર્યો હતો. પુત્રએ દોડી જઈ પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પિતાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા મનોજભાઈ શ્યામલાલ રામાનંદી નામના 49 વર્ષના બાવાજી યુવાને કે.વી. રોડ પર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેણે પોતાના પુત્રને ફોન કર્યો હતો, કે હું અહીં કે.વી. રોડ પર છું, અને તારે મારું મોઢું જોવું હોય તો અંતિમ વખત આવીને મારો મોઢું જોઈ લેજે, તેમ કહેતાં પુત્ર મિલન તુરત જ દોડી ગયો હતો, અને પિતા બેભાન હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં તેઓ ભાનમાં આવે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે પુત્ર મિલન મનોજભાઈ રામાનંદીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ જી.જી.હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને મનોજભાઈ રામાનંદીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News