જામનગરમાં રસ્તામાં પડેલા ખાડાને હાર પહેરાવી અનેરૂં વિરોધ પ્રદર્શન
વરસાદ પડતાં અનેક રસ્તાનું ધોવાણ ભ્રષ્ટાચારના મામલે પોસ્ટર દર્શાવી આક્રોશ
જામનગર, : જામનગર શહેરમાં રોડ રસ્તામાં પડી ગયેલા ખાડાના મામલે વિરોધ પ્રદશત કરાયો હતો. કોર્પોરેટરો એ ખાડામાં બેસી હાર પહેરાવ્યા હતા તથા ભ્રષ્ટાચાર થયાનો કર્યો આક્ષેપ કર્યો હતો. જામનગર શહેરમાં વરસાદ પડતા ની સાથે જ અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, અને ઠેર ઠેર ખાડા થયા છે. જેથી ભાજપના શાસનનો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે, તેમ દર્શાવી કોંગી કોર્પોરેટર સહિતનાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ખાડાને હાર પહેરાવ્યા હતા અને ભાજપના ભ્રષ્ટાચાર મામલે પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગરના કોર્પોરેટરોએ આક્ષેપ કરી જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટ 700 કરોડની આસપાસનું હતું, તો આવું બજેટ ફુલ ગુલાબી રજૂ કર્યું તો પછી જામનગર શહેરની અંદર રોડ રસ્તાની આવી હાલત શા માટે ? જામનગર શહેર કરતા ગામડાઓની રસ્તા બાબતે હાલત પણ સારી લેશે. શહેરના રસ્તાની ખરાબ હાલત જો આવનારા સમયમાં સારી કરવામાં નહીં આવે ટેક્સ દેવાનું પ્રજા ભૂલી ન જાય તે માટે આવનારા દિવસમાં આયોજન કરવું પડશે, તેમ જણાવી ઈદ મસ્જિદ રોડ પર પડેલા મોટા ખાડાની વચ્ચે બેસીને હાર પહેરાવ્યા હતા, તેમજ પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદશત કરાયો હતો.