Get The App

જામનગરમાં એક નવ પરિણીતા દહેજના ખપ્પરમાં હોમાઈ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જામનગરમાં એક નવ પરિણીતા દહેજના ખપ્પરમાં હોમાઈ 1 - image

                                                         Image Source: Freepik

પતિ અને સાસુના દહેજના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું

જામનગર, તા. 1 નવેમ્બર 2023 બુધવાર

જામનગર શહેરના માધવબાગ વિસ્તારમાં ૨૬ વર્ષિય યુવતીએ સાસરિયાઓના ત્રાસના કારણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત લાવી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે મૃતક ના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ બનાવની વિગત એવી છે કે, વાડીનારમાં રહેતા અર્જુનસિંહ સાહેબજી વાઢેરના બહેન ધર્મિષ્ઠાબાના લગ્ન બે વર્ષ પહેલાં વીંછીયામાં રહેતા શક્તિસિંહ ગંભીરસિંહ પરમાર સાથે થયેલ શરૂઆતમાં ચારેક મહિના લગ્ન જીવન સારૂ ચાલ્યું હતું.

ત્યાર બાદ ધર્મિષ્ઠાબાના સાસુ પ્રકાશબા કરિયાવર ઓછું લાવી છે, તેમ કહી તેના પતિને ચડામણી કરતાં તેના પતિ શારિરીક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા અને છેલ્લા એક વર્ષથી ધર્મિષ્ઠાબા તેમના પતિ અને જેઠ જેઠાણી સાથે જામનગરમાં રહેવા આવી ગયા બાદ પણ સાસુની ચડામણીથી તેમના પતિ મારકુટ કરતાં હતા.

બે દિવસ પૂર્વે તે પોતાના પતિ સાથે વાડીનાર પોતાના માવતરે ગયા હતા, ત્યારે પણ તેણીએ તેમના પતિ શારિરીક- માનસિક ત્રાસ થી હું કંટાળી ગઈ છું તેવું જણાવેલું અને તેણીએ ગઈકાલે  તેમના ત્રાસથી પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીંદગીનો અંત આણી દીધો હતો. સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ અર્જુનસિંહ વાઢેરે સીટી સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતકના પતિ શક્તિસિંહ ગંભીરસિંહ પરમાર અને સાસુ પ્રકાશબા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News