Get The App

જામનગરમાં ગૃહ ઉદ્યોગના સંચાલક બંધુ દ્વારા વેપારી સાથે ૧.૪૦ કરોડની ઠગાઇ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
જામનગરમાં ગૃહ ઉદ્યોગના સંચાલક બંધુ દ્વારા વેપારી સાથે ૧.૪૦ કરોડની ઠગાઇ 1 - image


બે શેડ ખરીદવાના બહાને ધૂંબો માર્યાની પોલીસ ફરિયાદ

મૂળ મુંબઇના વેપારીના બે શેડનો રૃા.૧.૬૫ કરોડમાં સોદો કર્યા બાદ બે વર્ષમાં માત્ર ૨૫ લાખ ચૂકવીને બારોબાર નોટરી કરાર કરાવીને વિશ્વાસઘાત કર્યો

જામનગર :  જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગૃહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૃપિયા નહીં ચૂકવી એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં મુંબઈના મહાજન વેપારી મિલકતો વગેરે સંભાળતા અને કારખાનાનું એકમ ચલાવતા મેહુલભાઈ વીરચંદ શાહ નામના મહાજન વેપારીએ જામનગરના શક્તિ ગૃહ ઉદ્યોગના સંચાલક મુકેશભાઈ મંગળજીભાઈ મકવાણા તેમજ તેમના ભાઈ શાંતિલાલ મંગળજીભાઈ મકવાણા સામે રૃપિયા એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ મુંબઈના મહાજન વેપારી રાજનભાઈ ગડા કે જેઓના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં બે પ્લોટ આવેલા છે, અને તેમાં શેડ ઊભા કર્યા બાદ તેનું સંચાલન ફરિયાદી મેહુલભાઈ શાહ ગણાં વર્ષોથી કરી રહ્યા છે. જે બંને પ્લોટમાં ઊભા કરેલા સેડ એક કરોડ ૬૫ લાખમાં બંને ભાઈઓએ આજથી બે વર્ષ પહેલાં સોદો કરીને સુથી પેટે ૫૧,૦૦૦ ની રકમ આપી હતી, જયારે કેટલીક રકમ ચેક મારફતે પણ ચૂકવી હતી, અને તેના કાગળો તૈયાર કરાવ્યા હતા.

જ્યારે બાકીની ૧.૪૦ કરોડ ની રકમ પોતે લોન મેળવીને ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ બે વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં બાકીની ૧ કરોડ ૪૦ લાખની રકમ ચૂકવી ન હતી અને મૂળ માલિક રાજનભાઈ ગડાની હાજરી વગર નોટરી કરાર વગેરે કરાવી લીધા હતા, અને બાકીના નાણા નહીં ચૂકવતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જે ફરિયાદના આધારે સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ બંને ભાઈઓ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News