ગોપીપુરામાં પરિચીત યુવાનની પરિણીતાને નહી મળવા દેશે તો દવા પી જવાની ધમકી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ગોપીપુરામાં પરિચીત યુવાનની પરિણીતાને નહી મળવા દેશે તો દવા પી જવાની ધમકી 1 - image



- બેગમપુરામાં પતિના ઘરની સામે રહેતા યુવાનની કરતૂતઃ અગાઉ પીછો કરી કનડગત કરતો હોવાથી પોલીસમાં અરજી કરી હતી, વડીલોની દરમિયાગીરીથી સમાધાન થયું હતું

સુરત

શહેરના ગોપીપુરા-સોનીફળીયામાં માતા-પિતા સાથે રહેતી એક સંતાનની માતાને પતિના ઘરની સામે રહેતા યુવાને જબરજસ્તી મળવાની અને નહીં મળે તો દવા પી જવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
શહેરના ગોપીપુરા સોનીફળીયા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય ભાવિકા (નામ બદલ્યું છે) ના લગ્ન બેગમપુરા વિસ્તારમાં રહેતા થયા હતા અને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે. જો કે પતિ સાથે અણબનાવના કારણે ભાવિકા હાલમાં તેના માતા-પિતા સાથે રહે છે. ભાવિકાના તેના પતિ સાથે સાસરે રહેતી હતી ત્યારે સામે રહેતો વિવેક કમલ જરીવાલા તેણીનો પીછો કરવા ઉપરાંત બિભત્સ હરકત કરતો હોવાથી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. પરંતુ વડીલોની દરમિયાનગીરીથી સમાધાન થયુ હતું. જો કે આઠેક મહિનાથી માતા-પિતાના ઘરે રહેતી ભાવિકા ગત રોજ તેના કાકાના ઘરે હતી ત્યારે વિવેક જરીવાલા ભાવિકાના પિયરમાં પહોંચી ગયો હતો. જયાં વિવેકે ભાવિકા કયાં છે, મારે તેની સાથે મુલાકાત કરવી છે અને મુલાકાત કરી ને જ જઇશ. જેથી ભાવિકાની બહેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિવેકે ધમકી આપી હતી કે જો ભાવિકા સાથે મુલાકાત નહીં કરાવો તો હું દવા પી જઇશ એમ કહી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે છેડતીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News