Get The App

ડીંડોલીમાં સળગતા કચરામાં કેમિકલના લીધે બ્લાસ્ટ થતા બે વ્યકિત દાઝી ગયા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ડીંડોલીમાં સળગતા કચરામાં કેમિકલના લીધે બ્લાસ્ટ થતા બે વ્યકિત દાઝી ગયા 1 - image


- દાઝી ગયેલા બે યુવાનોને સારવાર માટે સિવિલમાં દાખલ કર્યા

સુરત,:

ડીંડોલીમાં મધુરમ સર્કલ પાસે આજે શનિવારે સાંજે ખેતરમાં સળગતા કચરામાં કેમિકલના લીધે જોરદાર બ્લાસ્ટ થતા ગભરાટ સાથે ભાગદોડ થઇ હતી. જોકે ત્યાંથી પસાર થતા બે યુવાન દાઝી જતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યા છે.

સિવિલ અને ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીના સણિયા કણદે રોડ મધુરમ સર્કલ પાસે કેનાલ જતા રોડ સાઇડમાં ખેતરના કિનારે આજે શનિવારે સાંજે કચરો સળગતો હતો. ત્યાં ટ્રાઇસિકલની પાછળ કચરો ભરેલી મોટી ગુણ મુકેલી હતી. તે સમયે સળગતા કચરાના લીધે ટ્રાઇસિકલની પાછળ કચરાની ગુણમાં કેમિલકની ૫ થી ૧૦ બોટલો અને વેસ્ટેજ રો-મટીરીલ્સ સહિતના કચરો આગની ઝપેટમાં આવતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા સાથે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેથી બે યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગના ભડકાના લીધે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઇ જવા સાથે અફડાતફડી મચી હતી. કોલ મળતા ફાયરના લાશ્કોરએ ત્યાં પહોચીને પાણીનો છંટાકાવ કરીને થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. દાઝી ગયેલા બંને યુવાનનો સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં લાવતા દાખલ કર્યા છે. જેમાં સુરેશ કર્માનંદભાઇ ભરવાડ  (ઉ.વ.૩૧) અને ઇરફાન રફીક મોહમંદ અંન્સારી (ઉ.વ.૩૧, રહે. બંગાલી બસ્તી, ઉનપાટીયા, સચિન)નો સમાવેશ થાય છે.

ફાયર ઓફિસરે કહ્યુ કે, આગ કંઇ રીતે લાગી, બંને જાણા ત્યાં શું કામ ગયા કે ત્યાંથી પસાર થતા હતા ? તે અંગે કોઇ જાણકારી નથી.


Google NewsGoogle News