ડિંડોલીમાં બાઇકસવાર મિત્રોને ટેમ્પોએ અડફટે લેતા એકનું મોત, અન્યને ઇજા
- ઈચ્છાપોરમાં સાયકલને કારે ટક્કર મારતા ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત
સુરત,:
સુરતમાં
માર્ગ અકસ્માતના બે બનાવવામાં ડીંડોલીમાં દેલાડવાગામ પાસે ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા
ઇજા પામેલા બે મિત્રો પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ઈચ્છાપોરમાં
ઓ.એન.જી.સી. બ્રીજ નજીક અઠવાડિયા પહેલા સાયકલને કારે ટક્કર મારતા ઈજા પામેલા વૃદ્ધનું
સારવાર દરમિયાન આજે મોત થયું હતું
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં સણિયાગામમાં કૈલાશ પેલેસમાં રહેતો ૨૫ વર્ષીય વિશાલ ભાનુપ્રસાદ માલી ગત તા.૨૭મી સાંજે મિત્ર રાજેશ રાજપુત ગત તા.૨૭મી સાંજે બાઇક પર જવા નીકળ્યા હતા. તે સમયે ડીંડોલીમાં દેલાડવાગામ નજીક ગબ્બર પોઇન્ટ પાસે થ્રી વ્હિલ ટેમ્પાએ બાઇકને ટક્ક મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં સારવાર દરમિયાન ગત સાંજે વિલાશનું મોત નીંપજયું હતુ. જયારે વિલાશ મુળ મહારાષ્ટ્રનો વતની હતો. તે છુટક કામ કરતો હતો. તેનો એક ભાઇ છે.આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ઓ.એન.જી.સી કોલોની નજીક રહેતા ૬૦ વર્ષીય રામચિત્ર અમૃતસિંગ ગત તા.૨૨મી બપોરે સાયલક પર કામ અર્થે જતા હતા. ત્યારે ઇચ્છાપોરના ઓ.એન.જી.સી બ્રીજ નજીક પેટ્રોલ પંપ પાસે સાયકલને કારચાલકે ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જયાં ગત સાંજે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે રામચિત્ર મુળ બિહારના વતની હતા. તેને પાંચ સંતાન છે. તે ગેસ સિલિન્ડર વાહનમાં લોડીંગ કરવાની મજુરી કામ કરતા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.