Get The App

ધ્રાંગધ્રામાં વ્યાજના ચક્કરમાં યુવાનનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ધ્રાંગધ્રામાં વ્યાજના ચક્કરમાં યુવાનનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ 1 - image


- પોલીસે બે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો

- ત્રણ લાખનું રોજનું છ હજાર વ્યાજ ચુકવવા છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં રહેતા યુવાનને આર્થિક જરૂરીયા ઉભી થતા અલગ અલગ બે શખ્સો પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હતા. મુળ રકમ પરત કરી દેવા છતા વ્યાજખોરો દ્વારા અવાર-નવાર ઉઘરાણી મામલે યુવાનને ધાક-ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા નરશીપરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ નરશીભાઈ જાદવે પથુગઢ ગામના લલીતભાઈ ચમનભાઈ લકુમ પાસેથી અલગ અલગ સમયે કુલ રૂા. ૩,૨૭,૫૦૦ રોજના રૂા. ૬૫૦૦ વ્યાજ લેખે ચુકવવાની શરતે લીધા હતા. વ્યાજ તેમજ મુળ રકમ લલીતભાઈને પરત કરી દીધી હતી. તેમજ છતા લલીતભાઈ દ્વારા અવાર-નવાર કલ્પેશભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતા અને જાનથી મારી નખાવાની ધમકી આપતા હતા. આથી લલીતભાઈને રકમ ચુકવવા માટે કલ્પેશભાઈએ વિષ્ણુભાઈ પ્રેમજીભાઈ લકુમ પાસેથી કુલ રૂા. એક લાખ રોજના બે હજાર વ્યાજ ચુકવવાની શરતે લીધા હતા અને કલ્પેશભાઈ નિયમીત વિષ્ણુભાઈને વ્યાજ ચુકવતા હતા. તેમજ છતા વિષ્ણુભાઈએ બળજબરીથી કલ્પેશભાઈ પાસેથી બેંકના ચેક લઈ લીધા હતા.

વિષ્ણુભાઈને કલ્પેશભાઈએ મુળ રકમ ચુકવી દીધી હોવા છતા લલીતભાઈ ચમનભાઈ લકુમ અને વિષ્ણુભાઈ પ્રેમજીભાઈ લકુમ પૈસાની ઉઘરાણી મામલે કલ્પેશભાઈના ઘરે ધસી આવ્યા હતા. અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ બંને વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા કલ્પેશભાઈએ ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારજનોને જાણ થઈ જતા કલ્પેશભાઈને તાત્કાલીક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ મામલે ભોગ બનનાર કલ્પેશભાઈ જાદવે બે વ્યાજખોર શખ્સો વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સીટી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News