દહેગામમાં બુટલેગરે ગણેશ પંડાલમાં ગાડી ઘૂસાડી, મંડપમાં તોડફોડ કરતાં અફરાતફરી મચી ગઈ

ગણેશ પંડાલમાં ડાયરાના કાર્યક્રમમાં પાર્કિંગને લઈને મામલો બિચક્યો હતો

આ ઘટનામાં પાંચેક લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
દહેગામમાં બુટલેગરે ગણેશ પંડાલમાં ગાડી ઘૂસાડી, મંડપમાં તોડફોડ કરતાં અફરાતફરી મચી ગઈ 1 - image



ગાંધીનગરઃ દહેગામમાં(Ganesh pandal) એક બુટલેગરે ગાડીથી આખા ગણેશ પંડાલના મંડપને તોડી નાંખ્યો હતો. લાઉડ સ્પીકરો પર ગાડી ચઢાવી દીધી હતી.(bootlegger drives into Ganesh pandal) એટલું જ નહીં લોકો પર પણ ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી ગઈ હતી.(vandalizes mandap) પોલીસે સ્થાનિક લોકોના નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગણેશ પંડાલમાં ડાયરાના કાર્યક્રમમાં પાર્કિંગને લઈને મામલો બિચક્યો હતો. આ ઘટનામાં પાંચેક લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં છે. 

ડાયરો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે ડાયરાના કાર્યક્રમને લઈને પાર્કિંગ મામલે માથાકૂટ થતાં ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પાંચેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે. દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે અહીં તૈયાર કરાયેલા પંડાલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. 

પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી

આ દરમિયાન બે યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બાદમાં કેટલાક તોફાની તત્વોએ પંડાલમાં તોડફોડ કરીને ગાડીઓના કાચ તોડી નાંખ્યા હતાં. સૌથી મોટી વાત એ હતી કે ડાયરાના કાર્યક્રમમાં એક બુટલેગરે પોતાની ગાડી લોકો પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ગાડીથી પંડાલમાં તોડફોડ કરીને આખો મંડપ તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી  છે. 


Google NewsGoogle News