આજે ફાગણી પૂનમ: ડાકોરમાં ઊમટ્યું માનવમહેરામણ, 5 લાખ લાડુ-પ્રસાદ તૈયાર

મંદિરમાં પૂનમના મેળા દરમિયાન પરિક્રમા, તુલાપૂજા-ગાયપૂજા તથા બહારના રાજભોગ બંધ છે

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
આજે ફાગણી પૂનમ: ડાકોરમાં ઊમટ્યું માનવમહેરામણ, 5 લાખ લાડુ-પ્રસાદ તૈયાર 1 - image


Ranchhodrai Dakor Temple: યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં 25મી માર્ચ હોળી ઉત્સવને લઈને જય રણછોડના જયઘોષ સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રાધામમાં આમલકી એકાદશી પર્વથી ફાગણી પૂર્ણિમા મેળાનો પ્રારંભ થઇ ગયો છે. આ વખતે પાંચ લાખ લાડુ-પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરના પાંચ સ્થળે ભગવાનના દર્શન માટે LED સ્કીન મૂકવામાં આવી છે. મંદિરને લાઈટીંગ રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા

મંદિરમાં દર્શનાર્થે આવતાં પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરના પગથિયા ચઢતી વખતે ભીડને લઈને ભક્તો પડી ન જાય તે માટે પગથિયા ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવીને કારપેટ પાથરવામાં આવી છે. મંદિરના લાડુ-પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ફાગણી મેળાનો પ્રારંભ

ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે, 'ફાગણી મેળાનો પ્રારંભ થઈ ગયો છે. મંદિરમાં દર્શનાથીઓનો પસારો વધી રહ્યો છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવામાં  શ્રદ્ધાળુઓ, પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટિ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.'

મંદિરને લાઈટોથી શણગારવામાં આવ્યું

ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં પૂનમના મેળા દરમિયાન પરિક્રમા, તુલાપૂજા-ગાયપૂજા તથા બહારના રાજભોગ બંધ રાખવામાં આવ્યા છે. ફાગવી મેળાને લઈને યાત્રાધામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ઉપરાંત મંદિરની રણછોડ સેનાના યુવકો પણ તહેનાત રહેશે.આજે ફાગણી પૂનમ: ડાકોરમાં ઊમટ્યું માનવમહેરામણ, 5 લાખ લાડુ-પ્રસાદ તૈયાર 2 - image


Google NewsGoogle News